કોરોના પોઝિટિવ આવેલા રિષભ પંતને લઈને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ

PC: BCCI

ભારતનો વિકેટકીપર બેટ્સમેન આખરે કોરોના વાયરસથી સાજો થઈ ગયો છે. રિષભ પંત હવે ડરહમમાં ભારતીય ટીમના બાકી ખેલાડીઓ સાથે બાયો બબલમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ગુરુવારે સવારે એક ટ્વીટ વડે આ જાણકારી આપી છે. 8 જુલાઇના રોજ કોરોના પોઝિટિવ થાય બાદ રિષભ પંત કાઉન્ટી સિલેક્ટ ઇલેવન વિરુદ્ધની રમત ચૂકી ગયો હતો. હવે રિષભ પંત પ્રેક્ટિસ મેચ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ ભારતીય ટીમ બ્રેક પર હતી. એવામાં રિષભ પંત યુરો કપની ફૂટબોલ મેચ જોવા માટે એક સ્ટેડિયમમાં દેખાયો હતો અને તે પણ માસ્ક વિના. માત્ર રિષભ પંત જ નહીં ભારતીય ટીમના બાકી ખેલાડીઓ પણ બેદરકાર દેખાયા હતા. ત્યારબાદ તેને ઠંડી લાગવાની ફરિયાદ હતી જેથી તેને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે તે સારો થઈ ગયો છે. BCCIએ પોતાના ટ્વીટર હેન્ડલ પર રિષભ પંતની તસવીર શેર કરતા લખ્યું છે કે હેલ્લો રિષભ પંત, પાછો જોઈને સારું લાગ્યું. ડરહમમાં ટીમ સાથે જોડતા પહેલા રિષભ પંત 10 દિવસ માટે આઇસોલેશનમાં હતો.

પંતની જગ્યાએ પહેલી પ્રેક્ટિસ મેચમાં કે.એલ. રાહુલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. સાથે જ રાહુલે ભારતીય ટીમમાં પોતાનો દાવો ઠોકવા માટે શાનદાર સેન્ચુરી પણ લગાવી નાખી. બીજી તરફ કોરોના પોઝિટિવ થઈ ગયેલા થ્રોડાઉન વિશેષજ્ઞ દયાનંદ જરાની હજુ પણ આઇસોલેશનમાં છે. તેમના સિવાય બોલિંગ કોચ ભરત અરુણ, રિઝર્વ વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને સ્ટેન્ડબાય ઓપનર બેટ્સમેનને પણ આઇસોલેશમાં રાખવામાં આવ્યા છે.

આ ત્રણેય થ્રોડાઉન વિશેષજ્ઞ દયાનંદના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય ટીમને ઇંગ્લેન્ડના પ્રવાસે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. એવામાં ટીમ તૈયારીઓમાં કોઈ અછત રહેવા દેવા માગતી નથી. ભારતીય ટીમનો ટેસ્ટ વિશેષજ્ઞ ચેતેશ્વર પૂજારાનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી સારું રહ્યું નથી. એવામાં આ સીરિઝ તેના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ બાદ સીધી યુનાઈટેડ આરબ અમીરાત (UAE) જશે.

આ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી 31 મેચ રમવાની છે. IPL બાદ ઓક્ટોબર નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ થવાનો છે. જેનું આયોજન પણ UAE અને ઓમાનમાં થવાનું છે. તો ભારતીય ટીમ માટે IPL પણ વર્લ્ડ કપ માટે મહત્ત્વની સાબિત થવાની છે. એક તો UAEની પીચથી સારી રીતે અવગત થશે. આમ પણ ગત IPL સીઝન UAEમા જ પૂરી થઈ હતી. T20 વર્લ્ડ કપ પહેલા ભારતમાં આયોજિત થવાનો હતો, પરંતુ કોરોનાને ધ્યાનમાં લઈને BCCIએ તેનું આયોજન UAE અને ઓમાનમાં સ્થાનાંતર કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp