પૂર્વ ખેલાડીનો સવાલ- રોહિત-ઐય્યર નથી, શું સંજુ સેમસનને ODI ટીમમાં લેવો ન જોઈએ?

PC: twitter.com/IamSanjuSamson

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરિઝ શરૂ થવામાં થોડા જ કલાક બચ્યા છે. 17 માર્ચના રોજ બંને ટીમો ટેસ્ટ બાદ ફરી એક વખત સામસામે થવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરશે, પરંતુ ટીમના બે મેચ વિનર ખેલાડી બહાર છે. શ્રેયસ ઐય્યર પૂરી રીતે સીરિઝથી બહાર છે તો નિયમિત કેપ્ટન રોહિત શર્મા પહેલી મેચ નહીં રમી શકે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત થવાના કારણે આખી સીરિઝ નહીં રમી શકે, તો સંભાવના હતી કે તેના રિપ્લેસમેન્ટ તરીકે સંજુ સેમસનને સામેલ કરી શકાય છે.

શ્રેયસ ઐય્યરની જેમ જ સંજુ સેમસન પણ મિડલ ઓર્ડરમાં રમે છે, પરંતુ અત્યાર સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેની બાબતે કોઈ પણ અપડેટ આપ્યું નથી. હવે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રહેલા અને હવે કમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપરાએ તેના પર સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહીં તેમણે આ ટીમને લઈને પણ પોતાની વાત રાખી છે, જે વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે ટેસ્ટ રમી ચૂકેલા આકાશ ચોપરા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. જો કે, તેમનું કરિયર લાંબુ ન ચાલ્યું, પરંતુ કમેન્ટ્રી કર્યા બાદ તેમની ફેન ફોલોઇંગમાં ખૂબ વધારો થયો છે.

જ્યારે આકાશ ચોપરા કમેન્ટ્રી કરે છે તો રમત સાથે જોડાયેલી સૂક્ષ્મ જાણકારીઓ પણ શેર કરે છે તેનાથી લાઇવ મેચ જોઈ રહેલા ફેન્સને ખૂબ ફાયદો થાય છે. આ દરમિયાન જ્યારે 17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વન-ડે સીરિઝમાં સામસામે થવાની છે, તેનાથી એક દિવસ અગાઉ આકાશ ચોપરાએ જોરદાર ટ્વીટ કરી દીધી છે. તેમણે લખ્યું કે, રોહિત શર્મા પહેલી વન-ડે માટે ઉપલબ્ધ નથી. શ્રેયસ ઐય્યર આખી સીરિઝ માટે ઉપલબ્ધ નથી. શું સંજુ સેમસનને ટીમાં સામેલ કરવો જોઈતો નહોતો?

ત્યારબાદ આકાશ ચોપડા વધુ એક ટ્વીટ કરી. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે જે ટીમ પસંદ કરવામાં આવી છે, તેમાં 7 બોલર સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી 4 ઓલરાઉન્ડર છે, જેમાં રવીન્દ્ર જાડેજા, હાર્દિક પટેલ, અક્ષર પટેલ અને વૉશિંગટન સુંદર સામેલ છે. જેવી જ બે ટ્વીટ આકાશ ચોપડાએ કરી, ત્યારબાદ તેમને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. સંજુ સેમસન ભલે ભારતીય ટીમ માટે સતત રમી શકતો નથી, પરંતુ તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.

ખાસ વાત એ છે કે જ્યારે T20 વર્લ્ડ કપ 2022 નજીક હતો, ત્યારે સંજુ સેમસનને વન-ડે ટીમમાં રમાડવામાં આવી રહ્યો હતો, પરંતુ તેને T20 વર્લ્ડ કપની ટીમમાં ચાંસ આપવામાં ન આવ્યો. જો કે, BCCI તરફથી આ સીરિઝ માટે 2 વિકેટકીપર પસંદ કરવામાં આવ્યા છે. એક તો ઇશાન કિશન અને બીજો કે.એલ. રાહુલ. શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં પૂરી સંભાવના છે કે રાહુલ મિડલ ઓર્ડરમાં રમતો નજરે પડે. તો બીજી મેચમાં રોહિત પાછો આવશે તો શુભમન ગિલ કે ઇશાન કિશનમાંથી એકને બહાર કરી શકાય છે. જો ઇશાન બહાર થયો તો કે.એલ. રાહુલે બીજી મેચમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળવી પડશે, પરંતુ જોવાનું રહેશે કે પહેલી મેચમાં હાર્દિક કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp