રોહિત શર્માએ જણાવ્યું- વિરાટ કોહલીને બેટિંગ માટે કેમ ન મોકલ્યો

PC: twitter.com

નંબર-3 પર સૂર્યકુમાર યાદવ, નંબર-4 પર હાર્દિક પંડ્યા, નંબર-6 પર શર્દુલ ઠાકુર અને નંબર-7 પર રોહિત શર્મા. પહેલી વન-ડેમાં આ બેટિંગ ઓર્ડર રહ્યો ભારતીય ટીમનો. હા હવે તમે જે ખેલાડી (વિરાટ કોહલી)નું નામ શોધી રહ્યા હશો, તેને તો બેટિંગની તક જ ન મળી. હવે એમ કેમ થયું? તો તેની પાછળ કારણ બતાવ્યું છે પોતે કેપ્ટન રોહિત શર્માએ. રોહિત શર્માના જણાવ્યા મુજબ, તે બધાને અવસર આપવા માગે છે અને આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો

રોહિત શર્માએ કહ્યું કે, ‘તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે પીચ આ પ્રકારનું વર્તન કરશે. અમારા ખેલાડીઓએ તેમણે સ્કોર સુધી સીમિત રાખીને સારું પ્રદર્શન કર્યું. ઓછા સ્કોર બાદ બેટિંગમાં બધાને અવસર આપવા માગતા હતા. એ પણ આશા નહોતી કે અમે પણ 5 વિકેટ ગુમાવી દઇશું. મેં જ્યારે ડેબ્યૂ કર્યું તો નંબર-7 પર બેટિંગ કરતો હતો. મને આજે જૂની યાદોમાં ખોવાવાનો અવસર મળ્યો. સૂર્યકુમાર યાદવને નંબર-3 પર અને હાર્દિક પંડ્યાને નંબર-4 પર મોકલવાના નિર્ણયને લઈને રોહિત શર્માએ કહ્યું કે, તેને નથી લાગતું કે એવા વધુ અવસર મળશે.

તો ડેબ્યૂટેન્ટ મુકેશ કુમારને લઈને રોહિત શર્માએ કહ્યું કે, તે બૉલને બંને તરફ સ્વિંગ કરાવે છે. તેણે ટેસ્ટમાં પણ સારી બોલિંગ કરી, એવામાં વન-ડેમાં પણ તેને એવી બોલિંગ કરતો જોઈને સારું લાગ્યું. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી. 45 રન સુધી વેસ્ટ ઇન્ડીઝના 3 ખેલાડી આઉટ થઈ ગયા હતા. ચોથી વિકેટ માટે શિમરન હેટમાયર અને શાઇ હોપે 43 રનની પાર્ટનરશિપ કરી.

લાગ્યું કે બંને ટીમના સ્કોરને ફાઇટિંગ ટારગેટ સુધી લઈને જશે, પરંતુ અહીંથી શરૂ થઈ બે જમણા હાથના સ્પિનર્સની ચમત્કારિક સ્પેલ. રવીન્દ્ર જાડેજાએ 3 અને કુલદીપ યાદવે 4 વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝની ટીમને માત્ર 114 રન પર સમેટી દીધી. ક્રિકેટ ઇતિહાસમાં એમ પહેલી વખત થયું જ્યારે જમણા હાથના કોઈ બે ઇન્ડિયન બોલરોની જોડીએ 7 વિકેટ લીધી હોય. એ સિવાય મુકેશ કુમાર, શાર્દૂલ ઠાકુર અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી. હવે નાનકડું લક્ષ્ય સામે જોઈને કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ ઓર્ડરમાં એક્સપરિમેન્ટ કરવાનું વિચારી નાખ્યું.

ઓપનિંગની જવાબદારી મળી ઇશાન કિશન અને શુભમન ગિલને. શુભમન ગિલની બેટ ફરીથી ન ચાલી અને તે 7 રન બનાવીને આઉટ થઈ ગયો. નંબર-3 પર આવેલો સૂર્યકુમાર યાદવ 19, તો નંબર-4 પર આવેલો પંડ્યા 5 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ઇશાન કિશને એક તરફ બોલરોની પિટાઈ ચાલુ રાખી. તે 46 બૉલમાં 52 રન બનાવીને આઉટ થયો.  શાર્દૂલ ઠાકુર 1 જ રન બનાવીને આઉટ થઈ ગયો. જો કે, અહીંથી રવીન્દ્ર જાડેજાએ રોહિત શર્મા સાથે મળીને ટીમને 5 વિકેટે જીત અપાવી દીધી. જાડેજા 16 અને કેપ્ટન રોહિત શર્મા 12 રન બનાવીને નોટઆઉટ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp