મોડી રાત્રે 2 વાગે રોહિત શર્માએ હાર બાદ કરી પહેલી પોસ્ટ

PC: thelallantop.com

ICC વર્લ્ડ કપની લીગ મેચોમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હારના બે દિવસ બાદ પણ ભારતીય ફેન્સ ખૂબ નિરાશ છે. સાથે-સાથે ભારતીય ખેલાડીઓ પણ ખૂબ નિરાશ છે. આ વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન કરનારા રોહિત શર્મા સેમિફાઇનલમાં હાર બાદ સૌથી નિરાશ જોવા મળ્યો હતો અને તેણે ગઇકાલે મોડી રાત્રે 2 વાગ્યા નજીક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ હાર અંગે વાત કરી હતી.

રોહિત શર્માએ સ્વીકાર કર્યું હતું કે, તેણે અને તેની ટીમે જરૂરિયાતના સમયે જ સારું પ્રદર્શન ન કર્યું.  રોહિત શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, જ્યારે સૌથી વધુ જરૂરિયાત હતી, ત્યારે અમે એક ટીમના રૂપમાં નિષ્ફળ રહ્યા હતા. 30 મિનિટની ખરાબ રમતે અમારો કપ છીનવી લીધો. મારું હૃદય ભારે છે અને તમારું પણ હશે. દેશથી મળી રહેલું સમર્થન અતુલનીય છે. તમારો બધાનો અહિંયા અમારા આ પ્રકારના સમર્થન માટે ધન્યવાદ.

રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં હાઇએસ્ટ રન ફટકાર્યા છે, આ સિવાય તેણે આ વર્લ્ડ કપમાં 5 સેન્ચુરી ફટકારી છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. પરંતુ જેમ રોહિતે શ્રીલંકા સામેની મેચમાં કહ્યું હતું કે, જો વર્લ્ડ કપ ન જીતી શકીએ તો આ 5 સેન્ચુરી કોઇ કામની નથી.

ઉલ્લેખનીય છે કે, આખા વર્લ્ડ કપ દરમિયાન જબરદસ્ત રમત રમનારી ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. ભારતની ત્રણ મુખ્ય વિકેટ પાંચ રનમાં જ પડી ગઈ હતી. રોહિતે શ્રીલંકા સામેની મેચ પહેલા કહ્યું હતું કે, દરેક દિવસ ક્રિકેટમાં નવો દિવસ હોય છે, હું જ્યારે રમવા જાઉં છું, તો એ માઈન્ટસેટ સાથે જાઉં છું કે, જાણે આ અગાઉ હું કોઈ મેચ રમ્યો જ નથી, કોઈ સેન્ચ્યૂરી મારી જ નથી. રોહિતને મેચ બાદ પૂછવામાં આવ્યું કે, શું તે આ 5 સેન્ચ્યૂરીને પોતાની ડબલ સેન્ચ્યૂરીની ઉપર રાખશે, તો તેણે જવાબમાં કહ્યું હતું કે, જો અમે વર્લ્ડ કપ જીતી જઈશું તો હાં, અને જો નહીં જીતશું તો હું એવું ના કરી શકીશ. કારણ કે વર્લ્ડ કપ જીતો સૌથી વધુ જરૂરી છે.

વિરાટ કોહલીએ પણ હાર બાદ સ્વીકાર્યું હતું કે, 45 મિનિટની રમતે અમારી ગેમ પૂરી કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp