નિવૃતિના સાત વર્ષ બાદ પણ સચિન તેંદુલકર કમાય છે આટલી મોટી રકમ

PC: thestatesman.com

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર અને પૂર્વ બેટ્સમેન સચીન તેંદુલકરે સાત વર્ષ પહેલા ક્રિકેટને ગુડ બાય કહી દીધુ હતું. તેમ છતાં એના ચાહકો અને ખ્યાતિમાં કોઈ પ્રકારની કમી જોવા મળી નથી. એની પોપ્યુલારિટી હજુ સુધી યથાવત છે. મોટી મોટી બ્રાંડ આજે પણ એને જાહેરાત માટેની ઓફર્સ કરે છે. આ જ કારણે સચીન ટીવીથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ જોવા મળે છે.

હાલમાં IPL ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે સચીનને જુદી જુદી બ્રાંડની એન્ડોર્સમેન્ટનું કામ મળવું એ કોઈ ચોંકાવનારી વાત નથી. પણ IPL ટુર્નામેન્ટ સિવાય પણ સચીન તેંદુલકર પોતાના શેડ્યુલમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. હાલમાં સચીન પાસ 18 બ્રાંડનું એન્ડોર્સમેન્ટનું કામ છે. SRTSM સ્પોર્ટ્સ કંપનીના મુખ્ય અધિકારી મૃણમોય મુખર્જીએ જણાવ્યું હતું કે, જ્યારે સચીન પોતાના કેરિયરની ઊંચાઈ પર હતા ત્યારે પણ એની પાસે આટલી જ બ્રાંડના એન્ડોર્સમેન્ટનું કામ હતું. તાજેતરમાં એક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પેટીએમ ફર્સ્ટ ગેમ્સે તેંદુલકરને એક બ્રાંડ એમ્બેસડર તરીકે પસંદ કર્યા છે. છેલ્લા દસ વર્ષથી એની પાસે Livpure અને Luminous જેવી બ્રાંડનું કામ છે. આ કંપનીઓએ સતત સચીન સાથે જાહેરાત કરવા માટે એક ડીલ રીન્યૂ કરી છે. એવી પણ આશા રાખવામાં આવે છે કે, આવનારા દિવસોમાં બીજી કેટલીય બ્રાંડ સાથે સચીન જોડાઈ જશે. આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃતિ લીધાના ત્રણ વર્ષ બાદ વર્ષ 2016માં તેંદુલકર પાસે 25 બ્રાંડનું એન્ડોર્સમેન્ટનું કામ હતું. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં એની પાસે કુલ 17 બ્રાંડનું એન્ડોર્સમેન્ટનું કામ છે.

તેંદુલકરની તુલનામાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આગળ છે. Duff & Phelpsની સેલિબ્રિટી બ્રાંડ વેલ્યુંએશનની યાદીમાં વિરાટ કોહલીએ વર્ષ 2019માં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગત વર્ષે વિરાટ કોહલીની કુલ બ્રાંડ વેલ્યુ 237.5 મિલિયન ડૉલર એટલે કે આશરે 1771 કરોડ રૂપિયા હતી. આ યાદીમાં 41.2 મિલિયન ડૉલર સાથે ધોની 9માં ક્રમે છે. હાલમાં ધોની પાસે 33 બ્રાંડ છે. જ્યારે કોહલી પાસે 25 બ્રાંડ છે. ગત વર્ષે એન્ડોર્સમેન્ટના કામમાંથી સચીનને સારી એવી કમાણી થઈ હતી. તેંદુલકરની બ્રાંડ વેલ્યું 25.1 મિલિયન ડૉલર રહી છે.

એટલે કે આશરે 185 કરોડ રૂપિયા. Duff & Phelps 2019 ની યાદીમાં તેંદુલકર એકમાત્ર નિવૃત સેલિબ્રિટી છે. પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન સચીનને એક બ્રાંડને એન્ડોર્સ કરવાના 6થી 7 કરોડ રૂપિયા મળતા હતા. જે હવે રૂ.4થી 5 કરોડ મળી રહ્યા છે. એક રીસર્ચમાં જણાવ્યા અનુસાર આ વર્ષે IPLની મેચ પહેલા 16 મેચ માટે 20 સ્પોર્ટ્સ સેલિબ્રિટીની યાદીમાં તેંદુલકરનું સ્થાન 11મું રહ્યું હતું. પોતાની કેરિયર દરમિયાન સચીન હેલ્થ અને સોફ્ટ ડ્રિક્સ (બુસ્ટ, પેપ્સી અને કોક), ફૂટવેર (Action shoes, Adidas) અને સ્નેક (Britannia, Sunfeast) જેવી કેટેગરીની જાહેરાત કરતા હતા.

ટોપ ક્લાસ એથ્લેટ તરીકે આ બ્રાંડ એમના પર યોગ્ય રહેતી હતી. પણ નિવૃતિ બાદ તેઓ એક મેચ્યોર કેટેગરી તરફ આગળ વધ્યા છે. હવે એની પાસે DBS બેન્ક, જીલેટ, BMW અને UNICEF સેવી બ્રાંડ છે. જે એની પર્સનાલિટી પર ફીટ બેસે છે. પોતાની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની SRTSM પોતાની પત્ની સાથે મલીને શરૂ કરી હતી. વર્ષ 2016માં આ કંપનીની શરૂઆત થઈ હતી. નિવૃત થયા બાદ તરત જ પોતાની એક અલગ ઓળખ ઊભી કરવા માટે સચીને ખૂબ પ્રયત્નો કર્યા હતા. ફેસબુક પર એના કુલ 2.8 કરોડ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વીટર પર 3.43 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 2.71 કરોડ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp