વેલેન્ટાઇન ડે પર સચિને પોતાના પહેલા પ્રેમનો વીડિયો શેર કર્યો

PC: newsapi.com.au

આજે વેલેન્ટાઇન ડે છે અને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ તે સેલિબ્રેટ કરી રહ્યો છે. એમાં સચિન તેંદુલકર પણ પાછળ નથી. સચિન પણ તેના પ્રેમની પાસે પહોંચી ગયો છે. અને તેની એક ઝલક તેણે પોતાના ચાહકો સાથે ટ્વીટર પર વીડિયો શેર કરીને આપી છે. સચિને 11 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ફરી તેના પહેલા પ્રેમનું નામ લીધું છે. સચિનના આ પ્રેમથી તમે પણ પરીચિત છો.

માસ્ટર બ્લાસ્ટરનો પહેલો પ્રેમ ક્રિકેટ છે. જ્યારે પણ તેને તક મળે છે તે પ્રેક્ટિસ કરવાનું ચૂકતો નથી. આજે જે વીડિયો સચિને શેર કર્યો છે, તેમાં તે ફ્રંટ ફુટમાં પેડ અને હાથમાં ગ્લવ્સ પહેરી ક્રિકેટની પિચ પર નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વીડિયોને સચિને તેના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે સચિને લખ્યું છે, મારો પહેલો પ્રેમ. ત્યાર બાદ કેપ્શનમાં તેણે એક રમૂજી ઈમોજી પણ મૂક્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિનને જ્યારે તક મળે છે તે ક્રિકેટ રમવાનું ભૂલતો નથી. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના પ્રભાવિતોને મદદ કરવા માટે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેજેન્ડરી ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ સચિનને ખભામાં ઇજા હોવાથી તે કોચ તરીકે આ કોઝમાં જોડાયો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા વુમન ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી એલિસ પેરીએ સચિનને એક ઓવર રમવા માટે ચેલેન્જ આપી હતી.

સચિને ખભામાં ઇજા હોવા છતા પેરીની આ ચેલેન્જ સ્વીકારી હતી અને તેણે એક ઓવર પણ રમી હતી. જેમાં પહેલી જ બોલે સચિન ફોર મારી દે છે. આ એક ઓવરને જોવા મોટી સંખ્યામાં દર્શકો જોવા મળ્યા હતા અને ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટ ટીમે બોલિંગ અને ફીલ્ડિંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp