યુવરાજના પિતાની શરણમાં સચિનનો દીકરો અર્જુન, ચંદીગઢમાં કરી રહ્યો છે પ્રેક્ટિસ

PC: instagram.com

ટીમ ઈન્ડિયાના લિજેન્ડ સચિન તેંદુલકર સંન્યાસના 9 વર્ષ પછી ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદીઓનું શિખર બનાવનાર સચિન હાલમાં રોડ સેફટી વર્લ્ડ સીરિઝ રમી રહ્યા છે. તેમજ, બીજી બાજુ તેમનો દીકરો અર્જુન તેંદુલકર પોતાનું કરિયર બનાવવાના પ્રયત્નોમાં લાગેલો છે.

24 સપ્ટેમ્બરે 23 વર્ષનો થવા જઈ રહેલો અર્જુન તેંદુલકર અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નથી રમી શક્યો. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પોતાના સ્ક્વોડમાં રાખ્યો છે, પણ અર્જુનને ડેબ્યૂ કરવાની તક મળી શકી ન હતી. ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ તો હજુ ઘણી દૂરની વાત લાગી રહી છે.

રાઈટ હેન્ડનો ફાસ્ટ બોલર અર્જુન તેંદુલકર પણ હાર માનવા માટે તૈયાર નથી, તે મુંબઈના પછી ગોવા માટે ઘરેલૂ ક્રિકેટ રમવા ઉતર્યો છે. હવે તે 27મા અખિલ ભારતીય ‘જેપી અત્રે સ્મૃતિ ક્રિકેટ ટૂર્નામેન્ટ’માં ભાગ લઇ રહ્યો છે, જેનું આયોજન ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરથી થઇ રહ્યું છે.

આ જેપી અત્રે ટૂર્નામેન્ટમાં અર્જુન ગોવા તરફથી રમશે. આ ટૂર્નામેન્ટમાં 100થી વધુ એવા ખેલાડીઓ રમી ચૂક્યા છે, જેમણે પછી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે અર્જુન તેંદુલકરને પણ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂની આશા છે.

સિક્સર કિંગ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેના અનેક વીડિયો અને ફોટો શેર કર્યા છે. યોગરાજની કોચિંગમાં અર્જુન હવે બોલિંગની સાથે બેટિંગની યુક્તિઓ શીખી રહ્યો છે, તે પણ યુવરાજની જેમ સિક્સર કિંગ બનવાની તૈયારીમાં છે.

 
 
 
View this post on Instagram

A post shared by Yograj Singh (@yograjofficial)

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે, અર્જુન કેવી રીતે મહેનત કરી રહ્યો છે. તે ડીએવી કોલેજ ચંદીગઢ સ્થિત ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લઇ રહ્યો છે. યોગરાજે બાળપણથી જ યુવરાજને તૈયાર કર્યું હતું.

64 વર્ષીય યોગરાજ સિંહે 1980-81મા ભારતીય ટીમ માટે 6 વનડે અને એક ટેસ્ટ મેચ રમી હતી, તે પણ મીડિયમ પેસ હતા. વર્તમાન અત્રે ટૂર્નામેન્ટના પહેલા દિવસે વરસાદના કારણે ક્રિકેટ સ્ટેડિયમ-16, ચંડીગઢ અને TDL ક્રિકેટ સ્ટેડિયમ, પંચકુલાના મેચ રદ્દ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp