સાનિયા મિર્ઝાને પૂછાયો ફેવરિટ ક્રિકેટરનો સવાલ, મળ્યો આ જવાબ

07 Dec, 2017
05:45 PM
PC: wallpoop.com

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. તે ફક્ત સ્ટેડિયમમાં મેચ જ નથી જોતી, પરંતુ તેના પતિ શોએબ મલિકને ચીયર કરતી પણ જોવા મળે છે. ટેનિસ સ્ટાર ક્રિકેટને એન્જોય કરવાનો કોઈ પોઇન્ટ છોડતી નથી. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનારી સાનિયા મિર્ઝાને ટ્વીટર પર તેના ફેન્સ સવાલો પૂછી રહ્યા હતા અને તે બધાને જવાબ આપી રહી હતી.

ત્યારે જ એક ફેન દ્વારા સાનિયાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શોહેબ મલિકને છોડીને તારો ફેવરિટ ક્રિકેટર કોણ છે, ત્યારે સાનિયાએ જવાબ આપ્યો હતો, ‘સચિન તેંદુલકર’. તેને એક શ્રીલંકન ફેન દ્વારા પણ સવાલ પૂછાયો હતો કે, તેનો ફેવરિટ શ્રીલંકન પ્લેયર કોણ છે, ત્યારે તેણે કહ્યું હતું કે, ‘કુમાર સંગાકારા’.

સાનિયાને બિગ બોસ જોવે છે કે નહીં, તેવો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો, તેનો જવાબ આપતા સાનિયાએ કહ્યું હતું કે, ‘ક્યારેક-ક્યારેક’.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.