T20 વર્લ્ડ કપ માટે BCCIએ આ ખેલાડીઓને UAEમાં રહેવા કહ્યું, શું રહશે ભૂમિકા?

PC: crickettimes.com

T20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ રહી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે રમશે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કેટલાક ખેલાડીઓને યુનાઈટેડ અરબ અમીરાત (UAE)મા ઉપસ્થિત રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ આ લિસ્ટમાં હવે સંજુ સેમસન, આવેશ ખાન અને વેંકટેશ ઐય્યરનું નામ પણ જોડાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજસ્થાન રોયલસ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને આગામી સૂચના સુધી UAEમા રહેવા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે તેની ટીમ 7 ઓક્ટોબરે જ IPLથી બહાર થઈ ગઈ હતી.

સંજુ સેમસને હાલની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમસને 14 મેચમાં 40.33ની એવરેજથી 484 રન બનાવ્યા હતા. બીજી તરફ સિલેક્શન સમિતિ સાથે જોડાયેલા BCCIના અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નેશનલ સિલેક્ટર્સે આવેશ ખાનને પણ ટીમ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. અત્યારે નેટ બોલરના રૂપમાં સામેલ થશે પરંતુ જો ટીમ મેનેજમેન્ટને લાગે છે તો તેને મુખ્ય ટીમમાં જોડી દેવામાં આવશે. આવેશ ખાન ફાસ્ટ બોલિંગ માટે સક્ષમ છે.

IPLની હાલની સીઝનમાં તેણે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી 23 વિકેટ લીધી છે. આવેશ ખાન IPLની આ સીઝનમાં હર્ષલ પટેલ (32) બાદ સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. દિલ્હી કેપિટલ્સે બીજી ક્વાલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમવાનું છે. આવેશ ખાન ટેસ્ટ ટીમના રૂપમાં સ્ટેન્ડબાય ખેલાડીના રૂપમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો પરંતુ સિલેક્ટ કાઉન્ટી ટીમ વિરુદ્ધ ભારતની પ્રેક્ટિસ મેચ દરમિયાન તેની આંગળીમાં ફ્રેકચર થઈ ગયું હતું. જેના કારણે આવેશને પ્રવાસ છોડીને પરત ફરવું પડ્યું હતું.

હાર્દિક પંડ્યા ભારતીય ટીમ સાથે જોડાઈ રહેશે, પરંતુ પંડ્યા એક બેટ્સમેન્ટ તરીકે જ T20 વર્લ્ડ કપમાં રમે તેવી સંભાવના છે કેમ કે પીઠની સમસ્યાના કારણે તે અત્યારે બોલિંગ કરવાની સ્થિતિમાં નથી. રિપોર્ટ્સ મુજબ ઊભરતા ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરને કવર તરીકે બાયો-બબલ સાથે જોડાઈ રહેવા કહેવામાં આવ્યું છે. કોલકાતાના વેંકટેશ ઐય્યરે હાલની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની ડેબ્યૂ સીઝન રમી રહેલા વેંકટેશે અત્યાર સુધી રમેલી 8 મેચમાં 37.87ની એવરેજથી 265 રન બનાવ્યા છે. આ દરમિયાન વેંકટેશે બે હાફ સેન્ચુરી પણ લગાવી.

સાથે જ તેણે બોલિંગ કરતા 8 મેચમાં 3 વિકેટ લીધી છે. આ પહેલા BCCIએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પણ એક નેટ બોલર તરીકે T20 વર્લ્ડ કપ માટે ટીમમાં જોડ્યો હતો. IPL 2021મા આ યુવા બોલરે પોતાની સ્પીડથી લાઇમલાઇટ મેળવી. 21 વર્ષીય ઉમરાન મલિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ 152.95 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ નાખ્યો, જે સીઝનનો સૌથી ફાસ્ટ બોલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp