પોતે ભૂખ્યો-તરસ્યો રહી સતત પ્રવાસી મજૂરોની સેવા કરી રહ્યો છે IPL સ્ટાર સરફરાઝ

PC: ndtvimg.com

કોરોના વાયરસના કારણે આખા દેશમાં રમત-ગમતની ગતિવિધિઓને અટકાવી દેવામાં આવી છે. એવામાં ખેલાડી પોતાના ઘરોમાં રહીને પરિવારજનોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. તો બીજી તરફ ક્રિકેટર આ મુશ્કેલીભર્યા સમયમાં ગરીબોની મદદ પણ કરતા દેખાઈ રહ્યા છે. એવામાં 22 વર્ષનો યુવા ક્રિકેટર સરફરાઝ ખાન પણ ગરીબોની મદદ કરવા માટે આગળ આવ્યો છે. સરફરાઝ પોતાના ગામમાંથી પસાર થનારા મજૂરોને ભોજન વહેંચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરફરાઝ લોકડાઉન દરમિયાન પોતાના ગામમાં પોતાના પરિવારજનોની સાથે રહી રહ્યો છે. હાલમાં જ સરફરાઝે રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા આ સિઝનમાં ટ્રિપલ સેન્ચ્યૂરી મારી હતી.

જણાવી દઈએ કે, સરફરાઝ આ વર્ષે IPLમાં KXIP તરફથી રમવાનો છે. સરફરાઝે પ્રવાસી મજૂરોને લઈને વાત કરી અને કહ્યું કે, હાલ રમઝાનનો પાક મહિનો ચાલી રહ્યો છે, એવામાં અમે લોકો પોતે ભૂખ્યા-તરસ્યા રહીએ છીએ. એક વખત અમે માર્કેટ ગયા હતા, તો અમે પ્રવાસી મજૂરોને ભૂખ્યા-તરસ્યા જતા જોયા હતા. ત્યારબાદ મારા મનમાં વિચાર આવ્યો કે, તેમના માટે કંઈક કરવું જોઈએ. આ કામમાં મારા પિતા મારી સાથે છે અને મજૂરો માટે જેટલું સંભવ છે અમે મદદ કરી રહ્યા છીએ.

આ સાથોસાથ સરફરાઝે કહ્યું કે, પોતાની ફિટનેસ માટે તે ઘરે જ ખૂબ મહેનત કરી રહ્યો છે. IPLને લઈને પણ સરફરાઝે વાત કરી અને કહ્યું કે, તે પણ IPL શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે. પરંતુ આ સમયમાં બધું જ ફોકસ કોરોનાને લઈને છે કે આ બીમારી વહેલામાં વહેલી તકે પૂર્ણ થઈ જાય તો સારું. સરફરાઝે વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને લઈને વાત કરી અને કહ્યું કે, તેમની સાથે સ્પેન્ડ કરેલો ટાઈમ ખૂબ જ ખાસ રહ્યો છે. કોહલી પાસેથી તે ખૂબ જ મહેનત કરતા શીખ્યો છે, જ્યારે એબી ડિવિલિયર્સ પાસેથી તેણે પ્રેક્ટિસ દરમિયાન પોતાની બેટિંગ પર ખૂબ જ મહેનત કરવાની વાત શીખ્યો છે.

From 5 A.M. to 5 straight IPLs, Sarfaraz Khan needs no wake-up ...

સરફરાઝને આશા છે કે, તે ફરી એકવાર સારા પરફોર્મન્સ પર સિલેક્ટર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહેશે. તેણે કહ્યું કે, તે માત્ર મહેનત કરવા માગે છે અને આગળ ભવિષ્ય વિશે કંઈ નથી વિચારતો. આની સાથોસાથ સરફરાઝે મુંબઈ ટીમની સાથે ક્રિકેટર સૂર્ય કુમાર યાદવના વખાણ કર્યા હતા અને કહ્યું કે, તેની પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp