પાંચમી દીકરીનો પિતા બન્યો આફ્રિદી, ટ્વીટર પર ટ્રોલરે લખ્ચું-ટીમ બનાવવી છે કે શું

PC: twimg.com

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પાંચમીવાર પિતા બન્યો છે. તેના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો છે. ઈન્સ્ટાગ્રામ પર આ ખેલાડીએ આખી દુનિયા સાથે આ ખુશખબર શેર કર્યા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ઈશ્વરના અસીમ આશીર્વાદ અને દયા મારા પર કાયમ છે. મારી ચાર અદ્ભુત દીકરીઓ પહેલાથી જ છે અને વધુ એક દીકરીના જન્મથી પાંચ થઈ ગઈ છે. તમારા બધા સાથે આ ખુશખબરી શેર કરી રહ્યો છું.

આફ્રિદીએ તેની મામાની દીકરી નાદિયા આફ્રિદી સાથે લગ્ન કર્યા છે અને તેનાથી તેને પહેલાથી જ ચાર દીકરીઓ છે, જેમના નામ અક્સા, અન્શા, અજવા અને અસ્મારા છે.

આફ્રિદી પોતાના ઘરે પાંચમી દીકરીના જન્મને લઈને ખુશ દેખાતો હોઈ શકે, પરંતુ તે મહિલાઓના અધિકારોનો સમર્થક નથી. ગત વર્ષે આફ્રિદીએ પોતાની દીકરીઓ દ્વારા આઉટડોર ગેમ્સ રમવા અંગે કરેલી ટિપ્પણીએ ખૂબ જ વિવાદ ઊભો કર્યો હતો. આફ્રિદીએ ખુલાસો કર્યો હતો કે, તેણે પોતાની દીકરીઓને સામાજિક અને ધાર્મિક કારણોને લઈને ક્રિકેટ તેમજ અન્ય આઉટડોર ગેમ્સ રમતા અટકાવી દીધી હતી.

શાહિદ આફ્રિદી થોડાં દિવસ પહેલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો હતો, તેણે જણાવ્યું હતું કે, તેની દીકરીએ હિન્દી સીરિયલ જોઈને આરતી ઉતારવાની નકલ કરી તો તેણે ગુસ્સામાં પોતાનો હાથ ટીવીમાં મારીને ટીવી તોડી નાંખ્યું હતું.

તેને લઈને લોકોએ તેની ખૂબ જ ટીકા કરી હતી. આ વાત તેણે ત્યારે જણાવી હતી, જ્યારે આફ્રિદીને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તેણે ક્યારેય ટીવી તોડ્યું છે? આના જવાબમાં આફ્રિદીએ કહ્યું હતું કે, તેણે પોતાની પત્નીના કારણે એકવાર ટીવી તોડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp