રોહિત સાથે ધવન નહીં આ ખેલાડી કરે ઓપનિંગ, શેન વોર્નની સલાહ

PC: indianexpress.com

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્ને ભારતના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને આ વર્ષે થનારા ICC વર્લ્ડ કપ માટે ટીમના શામેલ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. વોર્નનું માનવું છે કે પંત આ ટુર્નામેન્ટમાં બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે, જ્યારે ધોની વિકેટ કીપિંગની જવાબદારી નિભાવશે.

વોર્ને એ પણ કહ્યું કે શિખર ધવનના સ્થાને રિષભ પંત રોહિત શર્માની સાથે મળીને ઓપનિંગ કરી શકે છે. શેન વોર્ને કહ્યું કે, 'મારું માનવું છે કે એમએસ ધોની અને રિષભ પંત બંને જ રમી શકે છે. હું એ નથી જોઈ શકતો કે રિષભ પંત એક બેટ્સમેન તરીકે કેમ નહીં રમી શકે, તે એક સારો બેટ્સમેન છે.'

શેન વોર્ને વધુમાં કહ્યું કે, 'પંત રોહિત શર્મા સાથે બેટિંગમાં ઓપનિંગ પણ કરી શકે છે. મને ખબર છે કે શિખર ધવને સારું પ્રદર્શન કર્યું છે પરંતુ રિષભ પંત અને રોહિત શર્મા ઓપનિંગ કરે છે તો તે ભારત માટે ખૂબ શાનદાર હશે. ટીમમાં આ પ્રકારના એક્સ-ફેક્ટરથી તમે વિરોધી ટીમને ચોંકાવી શકો છો.'

નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે બે T20 અને પાંચ વનડે મેચની સીરિઝ રમાશે. સીરિઝની શરૂઆત વિશાખાપટ્ટનમમાં T20 મેચથી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp