26th January selfie contest

શેન વોટ્સને જણાવ્યું, 2020મા ચેન્નાઇ સુપર કિંગ્સમાં રમશે કે નહીં

PC: thequint.com

IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શેન વોટસનને આશા છે કે, તેની ટીમ આવતી સીઝનમાં મજબૂતી સાથે પાછી ફરશે. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL-12ની ફાયનલમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સના હાથે માત્ર એક રનથી હારનો સામનો કરવો પડ્યો.

વોટસને ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું, હમણા જ ઘર પહોંચ્યો છું. છેલ્લાં ઘણા દિવસો સુધી મને પ્રેમ, સમર્થન અને શુભકામનાઓ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માગું છું. અમે ફાયનલમાં જીતની એકદમ નજીક હતા, પરંતુ તે એક શાનદાર ફાયનલ હતી.

 
 
 
View this post on Instagram

Next year we will come back stronger #whistlepodu @chennaiipl 👊

A post shared by Shane Watson (@srwatson33) on

વોટસન આ મેચમાં 59 બોલમાં 80 રનની ઈનિંગ રમ્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો. ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીએ વધુમાં કહ્યું હતું કે, આવતા વર્ષે મજબૂતી સાથે પાછા ફરવા માટે હું ઉત્સાહિત છું. પોતાનું સમર્થન કરવા માટે તમારા બધાનો આભાર.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp