છૂટાછેડા બાદ શિખર ધવને પોતાના દીકરા જોરાવર સાથે કરી આ વાત

PC: lokmatnews.com

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન માટે ગત અઠવાડિયું અંગત જીવનને લઈને ખૂબ ઊતાર ચડાવ વાળું રહ્યું છે. એની પૂર્વ પત્ની આયશા મુખર્જીએ સોશિયલ મીડિયા થકી શિખર સાથેના પોતાના છૂટાછેડાનું એલાન કર્યું હતું. ત્યાર બાદ Icc T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન થયું હતું. જેમાં તે પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. હાલમાં તે IPLની બાકીની મેચ માટે UAEમાં છે.

દિલ્હી કેપિટલ્સમાંથી તે ઓપનિંગ કરી રહ્યો છે. છૂટાછેડા અને ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળવા છતાં તે નિરાશ થયો નથી. તાજેતરમાં તેણે પોતાના દીકરા જોરાવર સાથે વાતચીત કરી છે. શિખર ધવને UAEથી પોતાના દીકરા જોરાવર સાથે વીડિયો કોલમાં વાત કરી છે. આ વાતચીતનો એક ફોટો શિખરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં બંને વાતચીત કરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. આ સાથે શિખરે એવું લખ્યું હતું કે, મારા દિવસનો સૌથી ખાસ ભાગ. શિખર ધવને સોશિયલ મીડિયા થકી અનેક વખત પોતાના પરિવારની તસવીર શેર કરી છે. જેમાં પત્ની, દીકરા અને દીકરીઓ જોવા મળી છે. પણ આ વર્ષની શરૂઆતથી જ તેઓ સોશિયલ મીડિયા પર સિંગલમાં જોવા મળી રહ્યો છે. જોકે, તેણે બેથી ત્રણ વખત જોરાવર સાથે તસવીર શેર કરી છે. પણ પત્ની આયશા અને દીકરી સાથે કોઈ ફોટો પોસ્ટ કર્યો નથી.

થોડા સમય પહેલા પત્ની આયશાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકીને છૂટાછેડા અંગે એલાન કર્યું હતું. ધવન અને આયશાનો પુત્ર જોરાવર હાલમાં ઓસ્ટ્રેલિયામાં પોતાની માતા સાથે રહે છે.છૂટાછેડા અને T20 વર્લ્ડ કપમાં પસંદ ન થવા છતા શિખરે આ અંગે કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. પણ થોડા સમય પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી. ધવનના આ મેસેજને ચાહકો છૂટાછેડા અને T20માં જગ્યા ન મળવાના મુદ્દા સાથે જોડી રહ્યા છે. પોતાની એક ઈન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું હતું કે, હસતા રહેજો કારણ કે આ તમારી સૌથી મોટી તાકાત છે. આયશાએ શિખર સાથેના છૂટાછેડાની વાત કરી હતી. મેલબોર્નની રહેવાસી આયશાના લગ્ન પહેલા ઓસ્ટ્રેલિયના બિઝનેસમેન સાથે થયા હતા. એના થકી એમને બે દીકરીઓ છે. વર્ષ 2012માં શિખર સાથે એના લગ્ન થયા હતા. વર્ષ 2014માં આયશા અને શિખરનો એક પુત્ર થયો. જેનું નામ જોરાવર છે. આયશા એક કિકબોક્સર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp