સુપરફેન દિવ્યાંશને મળ્યા ભારતીય ખેલાડી, BCCIએ શેર કર્યો વીડિયો

PC: twitter.com/BCCI

ભારતીય ટીમ હાલના દિવસોમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમે પહેલા 3 મેચોની T20 સીરિઝ રમી, જેમાં ભારતીય ટીમે 1-0થી સીરિઝ પોતાના નામે કરી લીધી. આમ તો પહેલી T20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ, પરંતુ બીજી મેચ ભારતીય ટીમે શાનદાર અંદાજમાં જીતી, જેમાં ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક અને યાદગાર સદી બનાવી હતી. ત્યારબાદ ત્રીજી અને અંતિમ મેચમાં પણ વરસાદે વિધ્ન નાખ્યું અને એ મેચ પણ રદ્દ થઇ ગઇ. આમ ભારતીય ટીમે સીરિઝ 1-0થી પોતાના નામે કરી લીધી હતી.

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે આજથી વન-ડે સીરિઝ શરૂ થઇ ગઇ છે. T20 સીરિઝમાં 1-0થી જીત હાંસલ કર્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓની નજર હવે વન-ડે સીરિઝમાં જીત હાંસલ કરવા પર હશે. હાર્દિક પંડ્યાએ T20 સીરિઝમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, તો વન-ડે સીરિઝમાં શિખર ધવનને આ જવાબદારી સોંપવામાં આવી છે. કેમ કે ભારતીય ટીમના વરિષ્ઠ ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ, રાહુલને આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. પહેલી વન-ડે મેચ અગાઉ ભારતીય ટીમના ખેલાડી એક સુપરફેનને મળ્યા હતા, જેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘ન્યૂઝીલેન્ડ વર્સિસ ભારત વન-ડે સીરિઝ અગાઉ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે સુપર ફેન દિવયાંશ માટે યાદગાર પળ, જેનો તેઓ આનંદ લઇ રહ્યા છે. આ વીડિયોમાં રિષભ પંત, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, દીપક ચાહર, શ્રેયસ ઐય્યર અને શાર્દૂલ ઠાકુર નજરે પડી રહ્યા છે. આ બધા ખેલાડી પ્રેક્ટિસ કર્યા બાદ દિવયાંશ સાથે મુલાકાત કરવા ગયા હતા ભારતીય ટીમના ખેલાડીઓના આ ભાવને જોઇને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

પહેલી વન-ડે માટે ભારતીય ટીમ:

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

પહેલી વન-ડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ:

ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમ્સન (કેપ્ટન) ટોમ લાથમ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, આદમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકો ફોર્ગ્યુંશન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp