તો આ એક કારણના લીધે શિખર ધવને નોનવેજ ખાવાનું છોડી દીધું

PC: livehindustan.com

ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને અચાનક નોનવેજ ખાવાનું છોડી દીધું છે. હવે તે પૂર્ણત: શાકાહારી થઇ ગયો છે. ધવને નકારાત્મક ઉર્જાથી બચવા માટે નોનવેજ ખાવાનું છોડી દીધું છે. એક ન્યુઝ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં 33 વર્ષીય ઓપનર શિખર ધવને કહ્યું કે હું મારી ફિટનેસ માટે શાકાહારી બન્યો છું. હું મારી સિસ્ટમમાંથી નકારાત્મક ઉર્જા ઓછી કરવા માટે ફોકસ કરી રહ્યો છું. મને એવું લાગે છે કે નોનવેજ ખાવાના લીધે શરીરીમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે. આ કારણે મેં ત્રણ મહિનાથી શાકાહારી ભોજન લેવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા શિખર ધવને 16 મેચમાં 34.73ની સરેરાશથી 135.67ના સ્ટ્રાઇક રેટથી 521 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. શિખર ધવનને વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મળ્યું છે અને તેમનું હાલનું ફોર્મ જોતા ભારતને તેનો ભરપુર ફાયદો મળવાની શક્યતા રહી છે. સામાન્ય રીતે શિખર ધવનને ક્રિકેટ પ્રશંસકો ભાંગડા અને મજાક મસ્તી કરતા જોતા હોય છે . જો કે તેનાથી એ જરાય સાબિત નથી થતું કે ધવન ક્રિકેટ પ્રત્યે ગંભીર નથી. ધવને કહ્યું કે, હું વધારે ભાવના દેખાડતો નથી. ગંભીરતા મારી અંદર રહે છે. વધારે ઉત્સાહિત થવાથી કોઇ મદદ નથી મળતી. હું દિમાગ શાંત રાખવાનું પસંદ કરું છું, પરંતુ તેનો જરાય અર્થ એવો નથી કે હું ગંભીર નથી.

IPL પહેલા શિખર ધવન પોતાના પ્રદર્શનને લઇને ક્રિકેટ આલોચકોના નિશાને ચઢ્યો હતો. શિખર 30-40 રનનો સ્કોર બનાવીને તેને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શકતો ન હતો. પરંતુ તેને કદી હાર નથી માની. પોતાની પત્ની વિશે વાત કરતા ધવને કહ્યું કે હું આયેશા સાથે ક્રિકેટને લઇને ચર્ચા કરું છું અને અમે ઘણી ગંભીરતાથી વાત કરીએ છે. હું સારું નથી રમતો તો એ એટલી ઉત્સાહિત થઇ જાય છે મારે કહેવું પડે છે કે શાંત થઇ જાવ. આટલો ગુસ્સો તો કોચ પણ મારા પર નથી કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp