VIDEO: શોએબ મલિકના શોટથી ઈજાગ્રસ્ત થયો ખેલાડી પણ શોએબ થયો અનોખી રીતે આઉટ

PC: geo.tv

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ બે-બે ખેલાડીઓના ઇજાગ્રસ્ત થવાથી ભયાનક રહી હતી. આ મેચમાં પહેલાં પાકિસ્તાનનો બેટ્સમેન ઈમામ-ઉલ-હક લોકો ફર્ગ્યૂસનની એક બાઉન્સર પર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો તો પછી શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલો નિકોલ્સ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

પાકિસ્તાનની ઇનિંગની 33મી ઓવર ચાલી રહી હતી. આ ઓવર લોકી ફર્ગ્યૂસન નાંખી રહ્યો હતો. આ ઓવરની ચોથી બોલ પર સોએબ મલિકે જોરદાર પુલ શોટ રમ્યો હતો. આ શોટ સીધો શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા નિકોલ્સના ખભા પર વાગ્યો હતો. ઈજાના કારણે નિકોલ્સ સીધો જમીન પર પડી ગયો હતો.

Lockie Ferguson Wicket v Pakistan ODI 2

This would have to be one of the stranger dismissals we've seen! Tough second ODI in Abu Dhabi but we move on to a decider in Dubai.

Posted by Blackcaps on Friday, November 9, 2018

જોકે નિકોલ્સના ખભા પર બોલ વાગ્યા પછી બોલ હવામાં ઉછળ્યો હતો જે મીડ વિકેટ પર તૈનાત ઈશ સોઢીએ પકડી લીધો હતો. આમ સોએબ મલિક કેચ આઉટ થયો હતો. આમ સોએબ મલિક ખૂબ અનોખા પ્રકારના કેચના કારણે આઉટ થયો હતો. જોકે આઉટ થયા પછી પવેલિયનમાં જવા પહેલાં મલિકે નિકોલ્સની સ્થિતિ જાણી હતી અને પછી પવેલિયનમાં ગયો હતો.

જોકે 3 વનડે સીરિઝની પ્રથમ મેચ હારી ચૂકેલા પાકિસ્તાને આ મેચમાં 6 વિકેટે જીત નોંધાવીને સીરિઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. સીરિઝની અંતિમ મેચ રવિવારે દુબઈમાં રમશે, જે આ સીરિઝની નિર્ણાયક મેચ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp