26th January selfie contest

સફળ રહી ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યરના ખભાની સર્જરી, ઓપરેશન બાદ કહ્યું....

PC: twitter.com/ShreyasIyer

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યરે ગુરુવારે કહ્યું હતું કે તેના ખભાની ઇજાનું ઓપરેશન સફળ રહ્યું છે. તે વહેલી તકે મેદાનમાં વાપસી કરવાનો પ્રયત્ન કરશે. શ્રેયસ ઐય્યર ગયા મહિને ઈંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે સીરિઝની પહેલી મેચમાં ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, એટલે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL )ની 14મી સીઝન એટલે કે IPL 2021થી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઐય્યરે પોતાની ખભાની સર્જરીને સફળ હોવાની જાણકારી સોશિયલ મીડિયા વડે આપી છે. તેણે પોતાની તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે ઓપરેશન સફળ રહ્યું. હું પૂરી પ્રતિબદ્ધતા સાથે વહેલી તકે મેદાનમાં વાપસી કરીશ. તમારી શુભેચ્છાઓ માટે આભાર.

26 વર્ષીય ખેલાડી શ્રેયસ ઐય્યર પૂણેમાં 23 માર્ચે પહેલી વનડે દરમિયાન જોની બેયરસ્ટોનો શૉટ રોકવાનો પ્રયત્ન કરતી વખતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ઇજા એટલી બધી ગંભીર હતી કે તે દુઃખાવાથી પીડાઈ રહ્યો હતો. તેને પકડીને મેદાનથી બહાર લઈ જવો પડ્યો હતો. આ કારણે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાકી બચેલી મેચમાં પણ રમી શક્યો નહોતો. IPLમાં દિલ્હી કેપિટલ્સનો નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર 4 મહિના સુધી બહાર રહી શકે છે. તેણે લંકાશર સાથે પણ કરાર કર્યો છે.

જોકે 23 જુલાઈથી શરૂ થનારી વન-ડે ટુર્નામેન્ટમાં તે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ તરફથી રમે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐય્યરની જગ્યાએ રિષભ પંતને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે ટ્વીટ કરીને શ્રેયસ ઐય્યર IPL 2021માંથી બહાર હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે શ્રેયસ ઐય્યરની ઇજાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને જલદી જ સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં દેશને તમારી જરૂરત છે.

રિપોર્ટ્સ મુજબ IPLમાં નહીં રમવા છતાં તેને આ વખતે પૂરી સીઝનની સેલેરી મળશે. BCCIની પોલિસી મુજબ જ્યારે કોઈ ખેલાડી દેશ માટે મેચ રમતી વખતે ઇજાગ્રસ્ત થાય છે અને IPLમાંથી બહાર થઈ જાય છે તો તેને પૂરી રકમ મળે છે. શ્રેયસ ઐય્યર આ આખી સીઝનથી બહાર થઈ ગયો છે એટલે તેની પૂરી સેલેરી દિલ્હી કેપિટલ્સ નહીં, BCCI આપશે. જો કોઈ ભારતે ખેલાડી ઇજાના કારણે કેટલીક મેચ બહાર થઈ જાય છે તો એ બાબતે BCCI અને સંબંધિત ટીમ બંને ચર્ચા કરીને વળતર આપે છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે IPL દરમિયાન પણ શ્રેયસ ઐય્યરને ખભાની ઇજા થઈ હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ તેને ખભામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. શ્રેયસ ઐય્યરે ઑસ્ટ્રેલિયાથી સ્વદેશ ફર્યા બાદ રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી (NCA)માં રિહેબિલિટેશન કરવા માટે કેટલોક સમય પસાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp