જાપાની ખેલાડીને હરાવી #KoreaOpenSuperSeries પર પીવી સિંધુનો કબજો

17 Sep, 2017
12:36 PM
PC: twitter.com/BAI_Media

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુએ કોરિયન ઓપન સુપર સીરિઝની ફાઇનલમાં જાપાનની ખેલાડીને હરાવીને ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધું છે. સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહરાને 22-20, 11-21, 21-18થી હરાવીને ટુર્નામેન્ટ પર કબજો કર્યો હતો. શનિવારે સિંધુએ ચીનની હી બિંગજિયાઓને 21-10, 17-21, 21-16થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ ક્વાર્ટરફાઇનલમાં જાપાનની મિનાત્સુ મિતાનીને 21-19, 21-21, 21-10થી હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી હતી અને વુમન્સ સિંગલ કેટેગરીના પહેલા રાઉન્ડમાં 17મી ક્રમાંકિત ચેઉંગ નગાન યીને 21-13, 21-8થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં એન્ટ્રી કરી હતી.