આ બે ખેલાડી કોહલી માટે બનશે માથાનો દુઃખાવો, સિલેક્શન માટે ઠોક્યો દાવો

PC: BCCI

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની હાઇ પ્રોફાઇલ સીરિઝની શરૂઆત 5 ઓગસ્ટથી ઇંગ્લેન્ડની ધરતી પર થવા જઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ નોટિંગઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. ભારતના બોલર આ મોટી ટેસ્ટ સીરિઝ પહેલા ખૂબ કેર વર્તાવી રહ્યા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમ કાઉન્ટી 11 વિરુદ્વ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમના બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવની કાતિલ બોલિંગ જોવા મળી.

ઇંગ્લેન્ડની કાઉન્ટી 11 વિરુદ્ધ ઉમેશ યાદવે ઘાતક બોલિંગ કરતા 3 વિકેટ પોતાના નામે કરી. મોહમ્મદ સિરાજે પણ પોતાના બોલથી કેર વર્તાવ્યો. તેણે બોલિંગ દરમિયાન બે વિકેટ લીધી. જસપ્રીત બૂમરાહે એક જ વિકેટ લીધી હોય, પરંતુ તેની બોલિંગ પણ ડરામણી લાગી. ભારતીય ટીમના બોલરોની ખતરનાક બોલિંગનો વીડિયો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. તેમાં બોલર ઉમેશ યાદવ ઇંગ્લિશ બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરતો નજરે પડી રહ્યો છે.

જોકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં માત્ર મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને જગ્યા મળવાની નક્કી માનવામાં આવે છે. ઉમેશ યાદવને કદાચ રાહ જોવી પડી શકે છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમ અને કાઉન્ટી 11 ટીમ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમવામાં આવી રહી છે. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 311 રનો પર ઓલ આઉટ થઈ. ત્યારબાદ ભારતીય ટીમના બોલરોએ કેર મચાવતા કાઉન્ટી 11 ટીમના 220 રનો પર જ 9 વિકેટ પાડી દીધી.

એ પહેલા લોકેશ રાહુલ (101 રન) અને રવીન્દ્ર જાડેજા (75) સાથે પાંચમી વિકેટ માટે તેમણે 127 રનની પાર્ટનરશિપના દમ પર ભારતે 311 રન બોર્ડ પર લગાવ્યા હતા. ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચોની સીરિઝ માટે દાવેદારી ઠોકી છે. કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ બંને બોલરોને નજરઅંદાજ કરવા સરળ નહીં હોય. જોકે પ્લેઇંગ ઇલેવનમાં ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમારહને ચાન્સ મળવાની સંભાવના છે, પરંતુ મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વિરાટ કોહલીનો માથાનો દુઃખાવો વધારી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp