વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર પેનલના 24 નામો જાહેર, ફક્ત 3 ભારતીયોને મળી જગ્યા

PC: starofmysore.com

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30મે થી શરૂ થનારા આઇસીસી વર્લ્ડ કપ માટે ICC એ કોમેન્ટેટરોની એક યાદી જાહેર કરી છે. ICC એ 24 કોમેન્ટેટરોની જાહેરાત કરી છે જેમાં ત્રણ ભારતીય કોમેન્ટેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ICCએ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ વાતની જાણકારી ICC એ પોતાની વેબસાઇટ પર આપી છે. ગુરૂવારે ICC એ એક નિવેદન બહાર પાડીને આ કોમેન્ટેટરની યાદી પોતાની વેબસાઇટ પર અપડેટ કરી હતી.

આ યાદીમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને કોમેન્ટરી પેનલમાં જગ્યાં મળી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સંયુક્ત યજમાની હેઠળ યોજાયેલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રિલયાને પાંચમી વખત વર્લ્ડ કપ જીતાડનારા માઇકલ ક્લાર્કને પણ આ પેનલમાં સ્થાન મળ્યું છે. ક્લાર્ક ઉપરાંત માઇકલ સ્લેટર, માર્ક નિકોલસ, નાસીર હુસૈન, ઇયાન બિશપ, મેલેની જોંસ, કુમાર સંગકારાસ માઇકલ એથરટન, એલિસન મિશેલ, બ્રેન્ડન મેક્કુલમ, ગ્રીમ સ્મિથ, વસીમ અકરમ જેવા મોટા નામ સામેલ છે.

આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના શોન પોલક, માઇકલ હોલ્ડિંગ, ઇશા ગુહા, પોમી માંગ્વા, સાઇમન ડાઉલ, ઇયાન સ્મિથ, રમીઝ રાજા, અથર અલી ખાન અને ઇયાન વોર્ડના નામનો સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપની પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દ.આફ્રિકા વચ્ચે 30 મેના રોજ રમાશે. ભારત પોતાની પહેલી મેચ 5 જૂનના રોજ દ. આફ્રિકા સામે રમશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp