આ સ્ટેડિયમનું સાઉથ પેવેલિયન હવે ધોનીના નામથી ઓળખાશે

PC: theweek.in

ભારતમાં એવા ઘણા ક્રિકેટર્સ છે, જેંના નામ પર ઘણા સ્ટેડિયમના પેવેલિયનનું નામ રાખવામાં આવ્યુ છે. તેમાં સચિન તેંદુલકર, સુનિલ ગાવાસ્કર, વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓ સામેલ છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યુ છે અને તે નામ છે ભારતને 2-2 વર્લ્ડ કપમાં જીત અપાનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું. રાંચીના JSCA સ્ટેડિયમના એક પેવેલિયનને હવે ધોનીનું નામ આપવામાં આવશે. ધોની કરતા પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બે પેવેલિયનના નામ ગાવસ્કર અને સચિનના નામ પર છે. તેમજ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનના એક ગેટનું નામ સેહવાગના નામ પર રાખવામાં આવ્યુ છે.

JSCA સ્ટેડિયમના સાઉથ પેવેલિયનને હવે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન તેમજ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીના નામથી ઓળખવામાં આવશે. સાઉથ પેવેલિયન પર ધોનીના નામનું બોર્ડ પર લગાવી દેવામાં આવ્યુ છે. તેની સાથોસાથ સાઉથ ઝોનના ગેટનું નામ પણ ધોનીના નામ પર રાખવામાં આવ્યુ છે. JSCAએ ધોનીને સન્માન આપતા આ પગલું ભર્યું છે. ભારતીય ક્રિકેટમાં ધોનીએ જે યોગદાન આપ્યુ છે, તે ઐતિહાસિક છે. ધોનીએ ભારતને T20 વર્લ્ડ કપ તેમજ વનડે વર્લ્ડ કપનું ટાઈટલ અપાવ્યુ છે, જે ઐતિહાસિક છે. ધોની ઝારખંડનો છે અને અહીં ક્રિકેટને પ્રાત્સાહન આપવા માટે સતત પ્રયત્નો કરતો રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp