શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ખુલાસોઃ તે પોતાની પત્ની સાથે પણ કરતો હતો દગો

PC: dnaindia.com

ક્રિકેટર શ્રીસંત હાલ સમાચારોમાં છે. બિગ બોસનાં ઘરમાં તે પોતાનાં ગુસ્સાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ હવે તે ઘરની બહાર પણ વિવાદોમાં આવી ગયો છે. શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે તેનાં પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેની સાથે જ તેની ગર્લફ્રેન્ડે એ પણ કહ્યું હતું કે, તેણે તેની પત્ની સાથે પણ દગો કર્યો છે.

જો અફવાઓની વાતોને સાચી માનીએ તો શ્રીસંત ભૂતકાળમાં સંજના, ડેઝી બોપન્ના, સુરવીન ચાવલા અને શહનાઝ પદ્મસીને ડેટ કરી ચૂક્યો છે. હવે, તો તે એક વિવાહિત પુરુષ છે. તે ભુવનેશ્વરીની સાથે સુખી વૈવાહિક જીવન જીવી રહ્યો છે.

જોકે, હાલમાં જ શ્રીસંતની ગર્લફ્રેન્ડે એક શોમાં કહ્યું હતું કે, શ્રીસંતે અચાનક જ તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. જેને કારણે ઘણા બધા સવાલો એવા છે, જેનાં હજુ સુધી જવાબો મળ્યાં નથી. તેણે કહ્યું હતું કે, તે શોમાં પોતાને જેટલો મહાન બતાવવાનો પ્રયત્ન કરે છે એટલો એ મહાન નથી. શ્રીસંતની એક્સ ગર્લફેન્ડ અને અભિનેત્રી નિકેશા પટેલે હાલમાં જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું હતું કે, તે શ્રીસંત સાથે લિવ ઈનમાં પણ રહી ચૂકી છે. તે સમયે શ્રીસંત ભુવનેશ્વરીને ડેટ કરી રહ્યો હતો, એવામાં તે પોતાની પત્ની સાથે પણ દગો કરી રહ્યો હતો.

નિકેશા પટેલે કહ્યું હતું કે, તે ભુવનેશ્વરી સાથે પ્રેમમાં હતો. લગ્ન પહેલાં આશરે 7 વર્ષ સુધી તે સાથે રહ્યાં છે. આ વાત મારા માટે ખૂબ જ સોકિંગ હતી. જો આવું હતું તો શ્રીસંત મારી સાથે લિવ ઈનમાં એક વર્ષ સુધી શા માટે રહ્યો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp