ચાલુ મેચે રૉબોટથી નારાજ થયો સ્ટુઅર્ટ બ્રોડ, Videoમા જુઓ કેવો ગુસ્સો દેખાડ્યો

PC: twitter.com

હોબાર્ટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માટે શાનદાર બોલિંગ કરનાર સ્ટુઅર્ટ બ્રોડ બીજા દિવસની શરૂઆતમાં જ ગુસ્સામાં નજરે પડ્યો. સ્ટુઅર્ટ બ્રોડે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ લીધી હતી. જેમ્સ એન્ડરસનની ગેરહાજરીમાં સ્ટુઅર્ટ બ્રોડ જ ઇંગ્લેન્ડની બૉલિંગનો મોરચો સંભાળી રહ્યો છે. તે બીજા દિવસની શરૂઆતમાં વિકેટકીપર પાછળ ફરતા રૉવર કેમેરાથી પરેશાન થઈ ગયો હતો અને તેને રોકવાની વિનંતી કરી હતી. ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા દિવસની ત્રીજી ઓવર નાખવા આવ્યો હતો.

તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ સ્ટાર્કને બોલ ફેકવા માટે પોતાના રનઅપ લઈ રહ્યો હતો ત્યારે વિકેટકીપર પાછળ રૉવર કેમેરો ફરવા લાગ્યો જેથી બ્રોડ એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવ કરવા લાગ્યો ત્યારબાદ બ્રોડ પીચ પાસે જઈને જોરથી ચીસો પાડતા બોલ્યો કે ‘રોબોટને ફરાવવાનું બંધ કરો. આ રૉવર કેમેરાના કારણે જેમ્સ બ્રોડની બીજા દિવસે ઘણી સમસ્યા થઈ હતી.

ઇંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 303 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડ માટે બીજા દિવસની શરૂઆત સારી રહી. 2 વિકેટ જલદી જ લઈ લીધા બાદ ઓસ્ટ્રેલિયન ટીમના નીચેના ક્રમના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાના સ્કોરને 300 રનો પાર પહોંચવામાં મદદ કરી.

ઓફ સ્પિનર નાથન લિયોને બેટથી પોતાની શાનદાર રમત દેખાડતા મહત્ત્વપૂર્ણ 31 રનોની ઇનિંગ રમી. નાથન લિયોને પોતાની બીજી ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સ લગાવી હતી. માર્ક વૂડની એક ઓવરમાં નાથન લિયોને 2 સિક્સ લગાવી હતી. પહેલા દિવસે સ્ટુઅર્ટ બ્રોડે ઉસ્માન ખ્વાજા અને મારનસ લાંબુશેન બીજા દિવસે વધુ ખતરનાક નજરે આવી રહ્યા હતા ત્યારે જ નાથન લિયોનની વિકેટ લીધી. સ્ટુઅર્ટ બ્રોડ અને માર્ક વૂડે 3-3 વિકેટ લીધી હતી તો ક્રિસ વૉક્સ અને ઓલી રૉબિન્સને 2-2 વિકેટ લીધી.

મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે હેડ (101), ગ્રીન (74) અને લાબુશેન (44)ની મહત્ત્વપૂર્ણ ઇનિંગની મદદથી 303 રન બનાવ્યા હતા જ્યારે પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 188 રન પર જ સમેટાઇ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી કોઈ ખેલાડી અરધી સદી પણ બનાવી શક્યો નહોતો. સૌથી વધારે ક્રિસ વોક્સ 36 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, મિચેલ સ્ટાર્કે 3 અને બોલન્ડ અને ગ્રીનને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 150થી વધારે રનની લીડ બનાવી લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp