કેપ્ટનને સવાલ કેમ પૂછવામાં આવી રહ્યા નથી? ગાવસ્કરની રોહિતને લઈને પ્રતિક્રિયા

PC: thehindubusinessline.com

ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં મળેલી હાર બાદ સતત ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક પોત પોતાના મંતવ્યો રાખી રહ્યું છે, તો પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કેપ્ટન રોહિત શર્માને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કેમ દરેક ખેલાડીને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ કેપ્ટન ઉપર સવાલ કેમ ઉઠાવી રહ્યું નથી. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, શું સિલેક્ટર્સે મેચ બાદ મીટિંગ કરીને રોહિત શર્માને સવાલ કર્યા?

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેમણે રોહિત શર્માને હારના કારણો બાબતે પૂછવું જોઈતું હતું. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને રમતના છેલ્લા દિવસે 209 રનથી હરાવી દીધી હતી. કોઈ પણ બેટ્સમેન ટકીને લાંબી ઇનિંગ ન રમી શક્યો અને તેની સાથે જ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, હાર બાદ કોઈની પણ જવાબદારી કેમ નક્કી ન કરવામાં આવી.

એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું એ પૂછવા માગું છું કે, શું કોઈ જવાબદારી કોઇની નથી? શું તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ મીટિંગ કરી, જ્યાં તમે કેપ્ટનની નિમણૂક બાબતે ચર્ચા કરતા. અમારા જમાનામાં સિલેક્શન મીટિંગ થતી હતી, જ્યાં કેપ્ટનની નિમણૂક કરવામાં આવતી હતી અને ટીમ સિલેક્શનમાં તે પોતાના મંતવ્ય આપતો હતો. જો કે છેલ્લા 10-12 વર્ષથી આપણી ક્રિકેટમાં એમ થઈ રહ્યું નથી.

તેમણે આગળ કહ્યું કે, જો કોઈ એક વખત કેપ્ટન બની ગયો, તો પછી તે પછી હારે કે જીતે, તેને હટાવવામાં આવતો નથી. જ્યાં સુધી પોતાનું પ્રદર્શન સારું રહે છે તેની કેપ્ટન્સી બનેલી રહેશે. જો કોઈ મજબૂત સિલેક્ટર હોત તો રોહિત શર્માને પૂછત કે રવિચંદ્રન અશ્વિનને કેમ પસંદ ન કરવામાં આવ્યો? ટ્રેવિસ હેડ વિરુદ્ધ નાના બૉલ નાખવાની રણનીતિ મોડેથી કેમ અપનાવવામાં આવી? આ સવાલ ખૂબ જરૂરી છે. તમે ભલે તેને કેપ્ટન બનાવી રાખો, પરંતુ જવાબદારી નક્કી હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp