સુનિલ ગાવસ્કરની આ વાત માની લે ભારતીય ખેલાડી તો ઉડાવી દેશે ઓસ્ટ્રેલિયાની ઊંઘ

PC: cricketaddictor.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે બુધવારે કહ્યું હતું કે, ચેતેશ્વર પૂજારા ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લાંબા સમય સુધી રમવાના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ અગાઉ ભારતીય ટીમના પોતાના સાથીઓને બેઝકિંમતી સલાહ આપી શકે છે. ચેતેશ્વર પૂજારાને પરિસ્થિતિઓની જાણકારી છે અને (સસેક્સની) કેપ્ટન્સીના અનુભવને જોતા તેની સલાહ મહત્ત્વપૂર્ણ હોય શકે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ વિરુદ્ધ જે આ કાઉન્ટી ટીમ તરફથી રમે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC) 7 જૂનથી 11 જૂન સુધી લંડનના ‘ધ ઓવલ’ મેદાનમાં રમાવાની છે. સુનિલ ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, ‘એ તથ્ય છે કે તે ત્યાં ઉપસ્થિત રહ્યો, તેનો અર્થ છે કે તેણે જોયું હશે કે ધ ઓવલની પીચ કયા પ્રકારે વર્તન કરી રહી છે. તે કદાચ ધ ઓવલમાં નહીં રમ્યો હોય, તે ભલે સસેક્સમાં રહ્યો હોય, જે લંડનથી વધારે દૂર નથી, પરંતુ તેણે તેના પર નજર રાખી હશે કે ત્યાં શું ચાલી રહ્યું છે અને જ્યાં સુધી બેટિંગ એકાઈ કે કેપ્ટન્સીની વાત છે તો તેમની સલાહ બહુમૂલ્ય હશે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, એ ન ભૂલો કે તેણે ટીમ (સસેક્સ)ની કેપ્ટન્સી પણ કરી છે એટલે નિશ્ચિત રૂપે, પરંતુ આ સમયે ટીમના પોતાના સાથી ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથને જોઈને તેની સામે કેટલીક રણનીતિઓ પણ બનાવી હશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ રમ્યા બાદ ભારતીય બેટ્સમેનોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અગાઉ બેટ ફેરવવાની પોતાની ગતિ સાથે સુમેળ સાધવો પડશે અને બેટ્સમેનોએ જેટલું સંભવ થઈ શકે એટલું મોડેથી રમવાની સલાહ આપી.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે તેઓ પોતાની બેટ ફેરવવાની પોતાની ગતિ પર ધ્યાન આપશે. તેઓ T20થી આવી રહ્યા છે જ્યાં બેટ ખૂબ તેજીથી ફેરવવામાં આવે છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં બેટ ફેરવવાની ગતિ વધુ નિયંત્રિત હોય છે અને એવામાં તેમણે તેના પર ધ્યાન આપવું પડશે. સુનિલ ગાવસ્કરે ભાર આપતા કહ્યું કે, ઇંગ્લેન્ડની હાલતને જોતા જેટલું સંભવ હોય, બેટ્સમેનોએ મોડેથી શૉટ રમવાની જરૂરિયાત છે, જેથી બૉલ સ્વિંગ થઈ ચૂક્યો હોય. તેમણે સાથે જ કહ્યું કે બેટ્સમેનોના શૉટ રમવા માટે બૉલ સુધી પહોંચવાની ભૂલ કરતા બચવું પડશે.

તેમને કહ્યું કે, તેમને ઈંગ્લેંડમાં જેટલું સંભવ થઈ શકે એટલું મોડેથી રમવાની જરૂરિયાત છે, જેથી બૉલ સ્વિંગ થઈ ચૂક્યો હોય, શૉટ રમવા માટે બૉલ સુધી પહોંચવાનો પ્રયાસ ન કરવાની જે ભૂલ સારી પીચ પર રમતા ઘણા લોકો કરે છે. તેમણે બોલરોને ફૂલ લેન્થ ફેકવાની સલાહ પણ આપી, જેથી ડ્યુક બૉલને સ્વિંગ થવાનો અવસર મળે. બોલિંગ એકાઈના રૂપમાં તમારે નવા બૉલથી ફૂલ લેન્થ બોલિંગ કરવી પડશે, જેથી બૉલને હવામાં અને પીચથી મૂવમેન્ટ મળી શકે. ગાવસ્કરે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રમતા ભારત સામે આવનારા પડકારોની પણ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp