26th January selfie contest

સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આપી વોર્નિંગ, કહ્યું- કેટલાક ખેલાડીઓનું કરિયર

PC: timesnownews.com

વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતીય ધરતી પર થવાનું છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા આ વર્ષની શરૂઆતથી જ વર્લ્ડ કપની તૈયારીઓમાં જોતરાઇ છે. ભારતીય ટીમે ત્રણ મહિના દરમિયાન જ કુલ નવ વનડે મેચ રમી લીધી. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ રમાઇ હતી, જેમા મહેમાન ટીમને 2-1થી જીત મળી હતી. હવે આ વર્લ્ડ કપ પહેલા મહાન બેટ્સમેન ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ચેતવણી આપી છે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ભારત આ વખતે પણ વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહેશે તો કેટલાક ખેલાડીઓનું ઇન્ટરનેશનલ કરિયર સમાપ્ત થઈ જશે. ગાવસ્કરે ફરી એકવાર કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ હવે દરેક સીરિઝમાં રમવુ જોઈએ જેથી તૈયારીઓમાં બાધા ના આવે. ગાવસ્કરે ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડેમાંથી ભારતીય કેપ્ટન રોહિત શર્માના બહાર રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

સુનીલ ગાવસ્કરે એક અખબારની કોલમમાં લખ્યું, વર્લ્ડ કપના વર્ષમાં કોઇપણ મેચ છૂટવાનો મતલબ છે કે તૈયારીમાં બાધા આવી છે કારણ કે, તેનાથી ટીમનું સંતુલન પ્રભાવિત થાય છે. જો આ વખતે વર્લ્ડ કપ જીતવામાં આપણે નિષ્ફળ થઈશું તો સંભવતઃ કેટલાક ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કરિયર સમાપ્ત થઈ શકે છે. આ એ લોકો માટે એક રેડ ફ્લેગ હોવો જોઈએ જે થાકની વાત કરી રહ્યા છે અને ભારત માટે રમી નથી રહ્યા.

ગાવસ્કરે આગળ લખ્યું, ઈમાનદારીથી કહું તો BCCIએ આરામની આ અવધારણા પર ધ્યાન આપવાની જરૂર છે. તમામ ગ્રેડ-એ ક્રિકેટરોને ઘણા સારા કોન્ટ્રાક્ટ મળ્યા છે. તેમને દરેક મેચ માટે ફી મળે છે. કોઈ એવી કંપની છે જેના CEO અથવા MDને આટલી રજા મળતી હોય તો જણાવો. મને લાગે છે કે, જો ભારતીય ક્રિકેટને વધુ પ્રોફેશનલ બનાવવુ હોય તો એક લાઇન ખેંચવી પડશે. જો તમે આરામ કરવા માંગતા હો, તો તમારે તમારી ગેરેંટી ઓછી કરવાની આવશ્યકતા છે. પરંતુ, કોઈ કઇ રીતે કહી શકે કે હું ભારતીય ટીમ માટે નથી રમવા માંગતો, આ જ કારણ છે કે, આ અવધારણા સાથે હું સહમત નથી.

ટીમ ઇન્ડિયા દસ વર્ષોમાં કોઈ ICC ટાઇટલ જીતી નથી શકી. છેલ્લીવાર વર્ષ 2013માં ટીમ ઇન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદથી ટીમ ઇન્ડિયા ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતીય ટીમે પહેલા 2014ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પછી ODI વર્લ્ડ કપ (2015) અને T20 વર્લ્ડ કપ (2016)ની સેમીફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયા પરાજિત થઈ હતી. તેમજ 2017ને ચેમ્પિયન્સ ટ્રોફી (ફાઇનલ) અને 2019ના વર્લ્ડ કપ (સેમીફાઇનલ)માં પણ ભારતની કંઇક આવી જ સ્થિતિ હતી. 2021 અને 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp