સુપ્રીમે શ્રીસંત પરનો આજીવન પ્રતિબંધ હટાવ્યો, પરંતુ અત્યારે નહીં રમી શકે ક્રિકેટ

PC: thehindubusinessline.com

ક્રિકેટર એસ.શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે IPL સ્પોટ ફિક્સિં મામલે લગાવવામાં આવેલો આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, BCCI પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. કોર્ટે BCCIને શ્રીસંતને સુનાવણી માટે મોકો આપવા અને 3 મહિનામાં સજા નક્કી કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCI શ્રીસંત પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર ફરી વિચાર કરે. કોર્ટે કહ્યું કે, ત્રણ મહિનામાં BCCI નિર્ણય કરે અને સાથે શ્રીસંતને પણ પોતાની વાત મૂકવાનો મોકો આપે.

જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે BCCIને કહ્યું છે કે, શ્રીસંતને આપવામાં આવેલી સજા વિશે ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવામાં આવે. હવે શ્રીસંત પર BCCએ નક્કી કરવું પડશે કે આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ તેને શું સજા કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે IPL-2013માં સ્પોટ ફિક્સિંગ મામલે BCCIએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. BCCIના આ નિર્ણય વિરુદ્ધ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા BCCIએ કોર્ટમાં શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને રમતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શ્રીસંતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તે ફરી મેદાનમાં ઉતરવા તૈયાર છે. BCCIને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે પરંતુ તે વધારે નથી કારણ કે મેં લાંબી રાહ જોઇ છે. થોડીક રાહ વધુ જોઇ લઇશ. જો લિએન્ડર પેસ 45ની ઉંમરમાં ગ્રાન્ડસ્લેમ રમી શકતા હોય તો હું હજી 36 વર્ષનો છું અને મારી ટ્રેનિંગ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp