26th January selfie contest

2022મા T20મા સૌથી વધારે રન બનાવનાર સૂર્યકુમારે માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા આટલા રન

PC: icc-cricket.com

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત ધણાલ મચાવી રહ્યો છે અન તેનું પરિણામ એ છે કે તે આ વર્ષ એટલે કે 2022માં અત્યાર સુધીમાં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનના લિસ્ટમાં પહેલા ક્રમે આવી ગયો છે. એટલું જ નહીં પોતાની જબરજસ્ત બેટિંગના કારણે તે ICC T20 બેટ્સમેનના રેકિંગમાં પહેલા સ્થાન પર બનેલો છે. સૂર્યકુમાર યાદવે આ વર્ષમાં અત્યાર સુધીમાં T20 ફોર્મેટમાં 1100થી વધુ રન બનાવી લીધા છે અને તેમાંથી મોટાભાગના રન તેણે બાઉન્ડ્રીઝ દ્વારા બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20 ક્રિકેટમાં કુલ 1164 રન બનાવ્યા છે અને તેમાંથી 832 રન તેણે માત્ર ચોગ્ગા તથા સિક્સ મારીને બનાવ્યા છે. 1164 રનમાંથી તેણે માત્ર 332 રન એક, બે અથવા તો ત્રણ રન દ્વારા બનાવ્યા છે. મતલબ તેણે કયા અંદાજમાં બેટિંગ કરી હશે તે આંકડાં પરથી સાફ થઈ જાય છે. સૂર્યકુમાર યાદવે 2022માં કુલ 31 મેચની 31 ઈનિંગમાં 2 શતક અને 9 અર્ધશતકની મદદથી 46.56ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે.

તેમાં તેણે કુલ 106 ચોગ્ગા અને 68 સિક્સ માર્યા છે. સાથે જ બે વખત શૂન્ય પર પણ આઉટ થયો છે. તેણે ભારતે જીતી મેચમાં કુલ 840 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલે પાકિસ્તાનનો ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સામેલ છે, જેણે 25 મેચમાં 996 રન બનાવ્યા છે. જેમાં 10 અર્ધશતક પણ સામેલ છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવી ગયો છે, જેણે 20 મેચની 20 ઈનિંગમાં 55.78ની સરેરાશથી 781 રન બનાવ્યા છે, જેમાં એક શતક અને 8 અર્ધ શતક સામેલ છે. વિરાટ કોહલીનો બેસ્ટ સ્કોર નોટઆઉટ 122નો રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી વિરાટ કહોલી તેના ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો હતો, જેના પગલે તેણે ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પછી તે IPL હોય કે સામાન્ય ક્રિકેટ સીરિઝ. જેના કારણે તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપી દીધું હતું અને પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું. જેના પછી તેણે એશિયા કપ 2022માં ઘણું જ સારું પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ પાછું લાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp