T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ માટે ગંભીરે પસંદ કરી પોતાની ભારતીય ટીમ

PC: zeenews.com

ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરથી પોતાના કટ્ટર પ્રતિદ્વંદ્ધી પાકિસ્તાન સામે કરશે. ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પાકિસ્તાન સામેની મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરી છે. તેણે અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો નથી. ગંભીરે અશ્વિનના સ્થાને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપ્યું છે. સિલેક્ટરોએ અશ્વિનને ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરેલી 15 સભ્યોની ટીમમાં સ્થાન આપ્યું છે. 4 વર્ષ પછી અશ્વિન ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

ફોલો ધ બ્લૂ નામના એક શોમાં ચર્ચા દરમિયાન ગંભીરે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર તરીકે લોકેશ રાહુલ અને રોહિત શર્માને પસંદ કર્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેને ત્રીજા નંબરે રાખ્યો છે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે, ભારતીય વિકેટકીપર રિષભ પંત નંબર 5 પર છે. હાર્દિક પંડ્યાને ગંભીરે 6 નંબરે તો રવિન્દ્ર જાડેજાને 7માં નબંરે રાખ્યો છે. ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ગંભીરે 8માં સ્થાને રાખ્યો છે.

ગંભીરે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને 9માં સ્થાને, મોહમ્મદ શમીને 10માં અને જસપ્રીત બુમરાહને 11માં સ્થાને રાખ્યો છે. સ્પિનર તરીકે ગંભીરે માત્ર વરુણ ચક્રવર્તીને સિલેક્ટ કર્યો. તો હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યા. ગંભીરે સાથે એવું પણ કહ્યું કે જો શાર્દુલ ઠાકુર ભારતીય ટીમનો હિસ્સો બને છે તો એ તેને ભુવનેશ્વર કુમારના સ્થાને રમાડશે. શાર્દુલ ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે સિલેક્ટ થયો છે.

પાકિસ્તાન સામે ગૌતમ ગંભીરની પ્લેઇંગ 11 ટીમ

લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી(કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રિષભ પંત(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ

જણાવીએ કે, BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના 5 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન અને અનુભવી ઓપનર રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ પછી ટી20 ટીમમાં વાપસી થઇ છે. તો ઈશાન કિશન, રાહુલ ચહર જેવા યુવા ચહેરાઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, આ ટીમમાં અમુક નામી ચહેરાઓની બાદબાકી પણ કરવામાં આવી છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp