ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની વાપસી

PC: BCCI.com

ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની છેલ્લી 2 મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા અત્યારે 2-0થી આગળ ચાલી રહી છે. છેલ્લી 2 મેચ માટે ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ રવિવારે જ દિલ્હી ટેસ્ટ જીતી લીધી છે. બીજી ટેસ્ટ પુરી થતાના થોડા સમય પછી છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની સ્કવોડમા આમ તો કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી, પરંતુ બીજી મેચમાં રીલિઝ કરાયેલો જયદેવ ઉનડકટ ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે.

 રોહિત શર્માની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં 2-0થી ટીમ ઇન્ડિયા આગળ છે અને 4-0થી આગળ રહેવા પ્રયાસ કરશે.

બીજી ટેસ્ટ મેચમાં જયદેવ ઉનડકટને રીલિઝ કરવાનું કારણ એવું હતું કે, તે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમવા માટે ગયો હતો. જયદેવ ઉનડકટની સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફી જીતી લીધી છે. એવામાં જયદેવને ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડી દેવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટ છેલ્લી બંને ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો હશે.

છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની સ્કવોડ આ પ્રમાણે છે. રોહિત શર્મા ( કેપ્ટન), કે એલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કે એસ ભરત ( વિકેટ કીપર), ઇશાન કિશન ( વિકેટ કીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમંદ શમી, મોહમંદ સિરાજ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ,

 ખરાબ ફોર્મને કારણે કે એલ રાહુલને બદલવાની જોરશોરથી માંગ ઉઠી રહી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે કે એલ રાહુલ પર ભરોસો મુક્યો છે. બંને ટેસ્ટ મેચમાં કે એલ રાહુલ ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેશે. કે એલ રાહુલનું પરફોર્મન્સ છેલ્લાં લાંબા સમયથી નબળું રહ્યું છે અને ટેસ્ટ મેચમાં પણ એ જ હાલ જોવા મળ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે રમાઇ ગયેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો પહેલી ટેસ્ટ ભારતે 131 રનથી જીતી હતી જયારે બીજી ટેસ્ટ મેચ ભારત 6 વિકેટથી જીત્યું હતું. હવે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચે ઇંદોરમાં રમાશે અને ચોથી ટેસ્ટ 9 માર્ચે અમદાવાદમાં રમાવવાની છે.

ભારત ઓસ્ટ્રેલિયાની સામે 3 વન-ડે મેચની સીરિઝ પણ રમવાનું છે, જેમાં કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્માને પહેલી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. એના માટે પણ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા ( કેપ્ટન) શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમંદ શમી, મોહમંદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુરસ અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp