પહેલી ટેસ્ટને ત્રીજા દિવસે જ ભારતે જીતી લીધી, આ 3 ખેલાડી રહ્યા જીતના હીરો

PC: zeenews.india.com

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મોટી જીત મળી છે. નાગપુરમાં થયેલી આ મેચમાં ભારતીય ટીમે 3 દિવસમાં જ એક ઇનિંગ અને 132 રનથી ઓસ્ટ્રેલિયન હરાવી દીધી છે. બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી આગળ ઓસ્ટ્રેલિયન ટીમે ઘૂંટણીયા ટેકવી દીધા. 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં હવે ભારતીય ટીમ 1-0થી આગળ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 177 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી પહેલી ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને 3 જ્યારે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી. જવાબમાં ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 400 રન બનાવી દીધા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 120, અક્ષર પટેલ 84 અને રવીન્દ્ર જાડેજાએ 70 રનોની ઇનિંગ રમી હતી. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતા સૌથી વધુ વિકેટ ટોડ મર્ફીએ 7 વિકેટ લીધી, જ્યારે કેપ્ટન પેટ કમિન્સને 2 અને નાથન લાયનને 1 વિકેટ મળી હતી.  

પહેલી ઇનિંગમાં ભારતીય ટીમને 223 રનોની લીડ મળી હતી, પરંતુ ભારતીય ટીમે જેવી જ બીજી ઇનિંગમાં બોલિંગ કરવાની શરૂઆત કરી, ઓસ્ટ્રેલિયન ટીમે ઘૂંટણીયા જ ટેકવી દીધા. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડીએ પૂરી રીતે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપને વિખેરી નાખી.

સ્પિન એટેકને લઈને ઓસ્ટ્રેલિયાના મનમાં જે ડર હતો એ એકદમ સાચો સાબિત થયો અને માત્ર 3 દિવસમાં જ ભારતીય ટીમે આ મેચ જીતી લીધી. બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી, એ સિવાય રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 2-2 જ્યારે અક્ષર પટેલે 1 વિકેટ લીધી.

રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની ફીરકી આગળ ઓસ્ટ્રેલિયન ખેલાડી વિવશ નજરે પડ્યા અને પૂરી રીતે નિષ્ફળ સાબિત થયા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આટલા દિવસથી રાહ જોવાઈ રહી હતી અને કોઈએ વિચાર્યું નહોતું કે પહેલી જ મેચ 3 દિવસમાં સમાપ્ત થઈ જશે. આ મેચમાં છેલ્લે એક નાનકડો ડ્રામા થયો. ભારતીય મેચ જીતી જ લીધી હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ નો બૉલ ફેકી દીધો. 88 રનના સ્કોર પર રવીન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો અને ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ તાત્કાલિક ચેક કરવા પર તે નો બૉલ નીકળ્યો. ત્યારબાદ મેચ આગળ વધી અને ઓસ્ટ્રેલિયન ટીમ 91 રન પર ઓલઆઉટ થઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp