22 વર્ષની આ ખેલાડી બની દુનિયાની સૌથી ધનિક મહિલા એથલેટ, સેરેનાનો રેકોર્ડ તોડ્યો

PC: news18.com

જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વમાં સૌથી વધારે કમાણી કરતી મહિલા ખેલાડી બની છે. ફોર્બ્સ મેગેઝિનના રિપોર્ટ અનુસાર તેમણે છેલ્લા 12 મહિનામાં 37.4 મિલિયન ડૉલર એટલે કે લગભગ બે અબજ રૂપિયાની કમાણી કરી છે. બે વખત ગ્રેંડસ્લેમ ચેમ્પિયન આ 22 વર્ષની ખેલાડીએ અમેરિકી હરીફ સેરેના વિલિયમ્સને પણ પાછળ રાખી દીધી છે. સેરેનાએ ગત એક વર્ષમાં જુદા જુદા પુરસ્કાર અને જાહેરાતની મદદથી ઓસાકાની તુલનામાં 14 લાખ ડૉલરની ઓછી કમાણી કરી હતી.

જોકે, આ બંને ખેલાડીઓએ એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ખેલાડી મારિયા શારાપોવાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. શારાપોવાએ વર્ષ 2015માં બે કરોડ 97 લાખ ડૉલરની કમાણી કરી હતી. જ્યારે સેરેના વિલિયમ્સ વર્ષ 2016થી સતત ચાર વર્ષ સુધી સૌથી ધનિક મહિલા ખેલાડી રહી હતી. દુનિયામાં સૌથી ધનિક ખેલાડી તરીકે ઓસાકાનું સ્થાન સેરેના વિલિયમ્સ કરતા આગળ છે. ત્યારે સેરેનાનું નામ આ યાદીમાં 33માં ક્રમે છે. સેરેના વિલિયમ્સે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન બાદ એક દીકરીને જન્મ આપ્યો હતો. તેથી તેણે પોતાની ગેમમાંથી થોડો બ્રેક લીધો હતો. ઓસાકાએ વર્ષ 2018માં યુએસ ઓપન અને ગત વર્ષએ ઓસ્ટ્રેલિયન ઑપન ટાઈટલ્સ જીત્યા હતા. સેરેનાએ અત્યાર સુધીમાં 23 ગ્રેંડસ્લેમ ટાઈટલ્સ જીતી લીધા છે. આવતા વર્ષે ટોકિયોમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ઓકાસા જાપાનનું પ્રતિનિધિત્વ કરશે.

આ સર્વેમાં ખેલાડીઓએ અન્ય માધ્યમથી કરેલી કમાણીને પણ ધ્યાને લેવામાં આવી હતી. ઓસાકાને ગત વર્ષે યુએસ ઓપનના પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હાર બાદ તેણે સતત 10 મેચ જીત્યા હતા. સેરેના પોતાના સ્પોર્ટ્સ કેરિયરની સાથે સાથે માનવ કલ્યાણ માટે કામ કરતી જુદી જુદી સંસ્થાઓની પ્રવૃતિઓમાં પણ ભાગ લે છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ જેવા વિષય પર જ્યારે વૈશ્વિક ચર્ચા થાય છે ત્યારે પણ તે આ સમિટમાં ઉત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પ્રથમ ગ્રેંડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં કિયાંગ વાંગ સામે હારીને તે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. તેણે બે રાઉન્ડ સુધી સતત હરીફ ખેલાડીને ફાઈટ આપી હતી. જ્યારે ત્રીજા રાઉન્ડમાં તે હારી ગઈ હતી. કેટલાક કૉચના જણાવ્યા પ્રમાણે હવે સેરેનાએ પોતાની ગેમ સ્ટ્રેટજી બદલવી જોઈએ. જોકે, સેરેના પણ એવું માને છે કે, પૂરતી પ્રેક્ટિસ બાદ તે ફરી મેદાન પર પરત આવશે અને મેચ રમશે. તેણે કેટલાક  ફોર્મેટમાં પણ ફેરફાર કરવા પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp