શ્રીલંકાને એશિયા કપ જીતાડનાર આ ખેલાડી પર બોર્ડે મુક્યો 1 વર્ષ માટે પ્રતિબંધ

PC: ICC

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્નેને એક વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. તેના પર તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કરુણારત્ને પર ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન પ્લેયર એગ્રીમેન્ટની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. તેના રિપોર્ટમાં કરુણારત્નેને બોર્ડ સાથેના કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કારણથી બોર્ડે તેના પર એક વર્ષ માટે તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય તેના પર 5 હજાર યુએસ ડોલર (લગભગ 4 લાખ રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 'શ્રીલંકા ક્રિકેટ બોર્ડની કાર્યકારી સમિતિને સુપરત કરવામાં આવેલા તેના અહેવાલમાં તપાસ સમિતિએ ભલામણ કરી છે કે કરુણારત્ને ભવિષ્યમાં કરારની શરતોનું ઉલ્લંઘન ન કરે, તે હેતુથી કડક ચેતવણી આપ્વા સાથે એવી સજા થવી જોઈએ કે જેનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ પણ રીતે અસર ન થાય. આ નિષ્કર્ષ અને તપાસ પેનલની ભલામણો બાદ, ક્રિકેટની શ્રીલંકાની કાર્યકારી સમિતિએ કરુણારત્નેને ક્રિકેટના તમામ સ્વરૂપોમાં એક વર્ષ માટે ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, કરુણારત્ને દ્વારા કરવામાં આવેલા ભંગની ગંભીરતાને ધ્યાનમાં લઈને, તપાસ પેનલે, તેના અહેવાલ દ્વારા, SLCની કાર્યકારી સમિતિને ભલામણ કરી છે કે ખેલાડીને વધુ ઉલ્લંઘન ના કરવા માટે સખત ચેતવણી આપવામાં આવે અને સજા કરવામાં આવે. તપાસ પેનલની ભલામણોને પગલે, SLC એક્ઝિક્યુટિવ કમિટીએ ચમિકા કરુણારત્નેને સસ્પેન્ડ કરી દીધો હતો, અને તેના પર તમામ પ્રકારના ક્રિકેટમાંથી એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp