ફરી એ જ શોટ અને આઉટ... કોહલી પર ગુસ્સે થયેલા ગાવસ્કરે તેને સચિનની યાદ અપાવી
સુપ્રસિદ્ધ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સોમવારે ભારતીય સુપરસ્ટાર વિરાટ કોહલીને 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં સચિન તેંડુલકરની 241 રનની યાદગાર ઇનિંગમાંથી પ્રેરણા લેવા કહ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેણે (વિરાટ કોહલીએ) ઓફ સ્ટમ્પની બહારના દડા સામે રમવા માટે કરતા સતત સંઘર્ષનો અંત લાવવા માટે કવર ડ્રાઈવ રમવાનું ટાળવું જોઈએ.
બ્રિસ્બેન ટેસ્ટના વરસાદથી પ્રભાવિત ત્રીજા દિવસે કોહલી ફરી એકવાર નિષ્ફળ ગયો, જ્યારે તે જોશ હેઝલવુડની બોલ પર તેના 03ના વ્યક્તિગત સ્કોર પર વિકેટ પાછળ કેચ આપી બેઠો. ત્રીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરવામાં આવી, ત્યારે ભારતે 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ગાવસ્કરે કહ્યું કે, કોહલીએ 'તેના હીરો' તેંડુલકર કરતાં વધારે આગળ જોવાની જરૂર નથી, જેમણે SCG ખાતે 436 બોલમાં 33 ચોગ્ગા સાથે 241 રનની અસાધારણ ઇનિંગ રમી હતી, જ્યારે તે પણ (સચિન તેંડુલકર) 2003-04ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિકેટની પાછળ કેચ આઉટ થવાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો.
કોહલીએ વર્તમાન પ્રવાસમાં અત્યાર સુધી 05, 100 અણનમ, 07, 11 અને 03 રનની ઇનિંગ્સ રમી છે. તેંડુલકરની તે ઇનિંગ્સ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક માનવામાં આવે છે, કારણ કે તેણે 10 કલાકથી વધુ સમય સુધી બેટિંગ કરી હતી અને ડ્રાઇવિંગ કરવાની તેની વૃત્તિને નિયંત્રિત કરી હતી અને તેના મોટાભાગના રન ઓનસાઇડમાં બનાવ્યા હતા.
Josh Hazlewood gets Virat Kohli!
— cricket.com.au (@cricketcomau) December 16, 2024
The Australians are up and about on Day Three. #AUSvIND pic.twitter.com/sq6oYZmZAz
ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલને કહ્યું, 'તેણે (કોહલી) માત્ર તેના હીરો સચિન તેંડુલકરને જોવાની જરૂર છે, જે રીતે તેણે (તેંડુલકરે) પોતાની ઑફ-સાઇડની રમત પર ધીરજ અને સંયમ જાળવી રાખ્યો અને સિડનીમાં 241 રન બનાવ્યા.'
ગાવસ્કરે કહ્યું, 'તેણે ઓફ સાઈડમાં અથવા ઓછામાં ઓછા કવર (એરિયા)માં કોઈ શોટ નથી રમ્યો કારણ કે અગાઉ તે કવરમાં રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ રહ્યો હતો.' આ ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, 'તેણે જે શોટ રમ્યા તે મોટાભાગે સીધા અથવા ઓન સાઈડ પર હતા.'
ગાવસ્કરે કહ્યું કે, આ પ્રવાસમાં ત્રણ વખત વિકેટ પાછળ કેચ થયેલા કોહલીએ ઓફ સ્ટમ્પની બહારના બોલ પર રક્ષણાત્મક રીતે રમવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેંડુલકરની જેમ અન્ય ક્ષેત્રોમાં રન બનાવવાની કોશિશ કરવી જોઈએ.
તેણે કહ્યું, 'તે જ રીતે, તેણે (કોહલી) તેના દિમાગ અને તેની રમત પર નિયંત્રણ રાખવું જોઈએ. જો બોલ ઓફ સ્ટમ્પ પર હશે તો (તેણે વિચારવું જોઈએ) હું રક્ષણાત્મક રીતે રમીશ. હું આના પર રન બનાવવાની કોશિશ નહીં કરીશ.' ગાવસ્કરે કહ્યું કે કોહલીએ તેની સમસ્યાઓ દૂર કરવા માટે ડ્રાઇવિંગ કરવાને બદલે તેની 'બોટમ હેન્ડ' રમત પર આધાર રાખવો જોઈએ. તેમણે કહ્યું, 'તેની પાસે બોટમ હેન્ડ ગેમ એટલી સારી છે કે તે આ જ વિસ્તારમાં, સીધી અથવા મિડવિકેટ તરફ રમી શકે છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp