96 બોલમાં 51 રન બનાવવા પર આ પૂર્વ ક્રિકેટરે ધોનીની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

PC: tosshub.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ધીમી સ્ટ્રાઈક રેટ માટે ટીકાકારોનો ભોગ બન્યો છે. ટ્વીટર પર ધોનીને 96 બોલમાં 51 રનની ધીમી ઇનિંગ રમવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે પણ ધોનીની સ્ટ્રાઈક રેટની ટીકા કરી હતી.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે કહ્યું કે, 'તમે એમ કહી શકો છો કે શરૂઆતમાં તેની પર દબાવ હતો અને વિકેટ નહીં ગુમાવવા માગતો હતો પરંતુ પછી તમારે એ કરવું પડે છે જેની ટીમને જરૂરિયાત છે અને જો તમે એવું નથી કરી શકતા તો એ વિચારવું રહ્યું કે તે વ્યક્તિ આ કામ કરવા માટે યોગ્ય છે કે નહીં. હા તેણે હાફ સેન્ચુરી ફટકારી પરંતુ 96 બોલ પર. તેનાથી બીજા છેડે રમતા રોહિતને કોઈ મદદ નહીં મળી.'

Image result for ajit agarkar

51 રન કરીને રોહિત શર્મા સાથે સો રનથી વધુની ભાગીદારી કરનાર ધોની બેહરેન્ડોર્ફની ઓવરમાં LBW આઉટ થઇ ગયો હતો. જોકે રિપ્લેમેં સાફ જોઈ શકાતું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો હતો. પરંતુ DRS ન હોવાના કારણે ધોનીએ પવેલિયન ભેગા થવું પડ્યું હતું. તેના પર અગરકરે કહ્યું કે, 'ધોનીના ફેન્સ કહી શકે છે કે તેની વિરુદ્ધ ખોટો નિર્ણય થયો નહીંતર તે આગળ બેટિંગ કરતે. પરંતુ એવું નહીં લાગી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ બધું કામ કરી શકતો હતો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp