શું ધોનીની છેલ્લી IPL હશે? CSKના CEOએ આપ્યું મોટું નિવેદન

PC: thequint.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બધી ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ જ ધોનીનું ફોકસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર રહ્યું છે. તો IPLની 14મી સીઝનમાં પોતાનો જલવો વિખેરતો જોવા મળશે, પરંતુ શું આ ધોનીની છેલ્લી IPL હશે? આ મોટા સવાલનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથે આપ્યો છે.

તેમને લાગે છે કે આ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી IPL નહીં હોય. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કાશી વિશ્વનાથે કહ્યું કે, ‘જુઓ મને નથી લાગતું કે આ તેમની છેલ્લી IPL હશે. આ મારો અંગત વિચાર છે. અમે મહેન્દ્ર સિંહ ધોની આગળ કોઈને જોઈ રહ્યા નથી. ગત સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. શું ટુર્નામેન્ટ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ખેલાડીઓને કોઈ નિર્દેશ આપ્યો હતો? આ સવાલ પર કાશી વિશ્વનાથે કહ્યું હતું કે, નહીં. ગત સીઝનમાં અમારા કેટલાક મહત્ત્વના ખેલાડી ટીમનો ભાગ નહોતા. બે ખેલાડીઓને કોરોના થઈ ગયો હતો.

તેમણે આગળ કહ્યું કે આ વસ્તુ અમારા હાથમાં નથી. ટીમ હવે સારા શેપમાં છે. ખેલાડી છેલ્લા 15-20 દિવસોથી નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમે પોતાની પ્રોસેસ પર ભરોસો કરીએ છીએ, જે અત્યાર સુધી સારું રહ્યું છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે તમારે પ્રોસેસ સારી રીતે કરવાની છે અને જ્યારે એ યોગ્ય હશે તો રિઝલ્ટ પણ દેખાશે. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે વર્ષ 2008થી જોડાયેલો છે. ધોનીની કેપ્ટનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPLના ત્રણ ટાઇટલ જીત્યા છે.

IPLની 14મી સીઝન શરૂ થાય તે પહેલા ધોની શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તે નેટ્સમાં શોટ્સ લગાવી રહ્યો છે. તેણે બુધવારે પ્રેક્ટિસ મેચમાં પણ સારી બેટિંગ કરી હતી. તેણે કીપિંગમાં પોતાનો જલવો દેખાડ્યો. IPLની આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સાથે મુંબઇમાં રમશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓવરઓલ 197 મેચમાં કેપ્ટની કરી છે, જેમાં 119 જીત અને 76 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીની કેપ્ટનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ આઠ વખતે IPLની ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

વર્ષ 2020ની સીઝન ચેન્નાઈ માટે ખરાબ રહી હતી. IPL ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હતું, જ્યારે તે પ્લેઓફમાં પહોંચી શકી નહોતી, છતાં ચેન્નાઈ સુપર કિંગ્સને મહેન્દ્ર સિંહ ધોની પર ભરોસો છે અને ફરી એકવાર તેની કેપ્ટનીમાં રમવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ધોની પર ભરોસો શા માટે કરે છે? તેનો જવાબ ફ્રેન્ચાઇઝીના માલિક શ્રીનિવાસન પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ માટે દરેક મેચ જીતવા માંગે છે. ધોનીને જે પસંદ હોય છે તેજ કરે છે. વધુ એક વાત, ક્રિકેટ જીતવા માટે જ રમવામાં આવે છે અને IPL સાથે પણ આવું જ છે, પરંતુ નિરંતરતા અને નિષ્ઠા પણ એક વસ્તુ હોય છે.  

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp