ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ જીત્યા બાદ આ ખેલાડીને રોહિતે કર્યા વખાણ, જાદૂગર કહ્યો

PC: twitter.com/bcci

ઈન્દોરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. હાઈ સ્કોરિંગ મુકાબલામાં ભારત માટે શાર્દુલ ઠાકુરે વચ્ચેની ઓવરોમાં લીધેલી વિકેટો ટીમ માટે ઘણી ફાયદાકારક રહી હતી અને આ કારણે ટીમનો કેપ્ટન રોહિત શર્માએ તેના ઘણા વખાણ કર્યા છે અને તેને જાદુગર કહ્યો છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચ પહેલા જ ભારતે 2-0થી સીરિઝ જીતી લીધી હતી.

 

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા શુભમન ગિલ(112) અને કેપ્ટન રોહિત શર્મા(101)એ શતકની કારણે જોરદાર શરૂઆત કરી હતી અને પાછળના ક્રમમાં હાર્દિક પંડ્યાએ અર્ધશતક મારીને ટીમનો સ્કોર 385/9 સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર ઓપનર ડેવન કોનવેએ શાનદાર પ્રદર્શન કર્યું અને 138 રનની ઈનિંગ રમી હતી. જ્યારે અન્ય બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. ટીમે બધી ઓવર રમતા પહેલા જ 295 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના પછી ભારતે 90 રનથી આ મેચને જીતી લીધી હતી.

શાર્દુલ ઠાકુરે મેચમાં છ ઓવરોમાં 45 રન આપીને ત્રણ મહત્વની વિકેટો લીધી હતી. તેણે સૌથી પહેલા ડેરેલ મેચિલને ઉટ કર્યો હતો, તો ડેવન કોનવેની સીથે પાર્ટનરશીપ હતી.જેવા પછી ટોમ થેલમને ખાતુ ખાલવાની પણ તક આપી ન હતી. જ્યારે ત્રીજી વિકેટમાં તેણે ગ્લેન ફિલિપ્સને આઉટ કરી દીધો હતો, આ રીતે ન્યૂઝીલેન્ડના મધ્ય ક્રમા ખેલાડીઓને રમવાની તક આપી નથી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

મેચ પછી કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, અમે ઘણી સારી બોલિંગ કરી, પોતાની યાજના પર કામય રહ્યા અને પોતાના ઈમોશનને બનાવી રાખ્યા. શાર્દુલે છેલ્લા થોડા સમયથી ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. ટીમના સાથે તેને જાદુગર કહે છે અને તે ફરીથી આવ્યો અને આવું જ પ્રદર્શન કર્યું. તેણે હજુ વધારે બીજી મેચોમાં રમવાની જરૂરછે.

પોતાની આ સફળતા અંગે વાત કરતા શાર્દુલે કહ્યું છે કે આગળનું નહીં વિચારવું ફાયદાકારક હોય છે કારણ કે તમારે દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. શાર્દુલે મેચ પછી કહ્યું હતું કે, મને ટીમના ઘણો પસંદ કરે છે અને હું પણ તેમને ઘણો પ્રેમ કરું છું. કોઈ સમય પર બેટ્સમેન તમારી ઉપર હાવી થવાની કોશિશ કરે છે. તેવામાં જરૂરી છે વર્તમાનમાં રહો અને વધારે આગળની નહીં વિચારો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp