26th January selfie contest

પૂરા નથી થયા પંત અને ઉર્વશીના સંબંધ? એક્ટરેની માતાની પોસ્ટે વધાર્યું સસ્પેન્સ

PC: khabarchhe.com

રિષભ પંત હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલમાં છે અને તેના લિગામેન્ટની સર્જરી સફળ રહી છે. થોડા દિવસ અગાઉ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હૉસ્પિટલની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તે ક્રિકેટરને મળવા પહોંચી હતી. હવે ઉર્વશી રૌતેલાની માતાએ પણ એક હૉસ્પિટલની તસવીર શેર કરી છે અને તેમાં એક્ટ્રેસને ટેગ કરી છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે કે, શું બંને વચ્ચે અત્યારે પણ કોઇ સંબંધ બચ્યા છે?

બીજી તરફ કેટલાક ફેન્સ મીરા રૌતેલાને માઠી રીતે ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એ માત્ર પબ્લિસિટી એજન્ડા છે. થોડા દિવસ અગાઉ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોકિલાબેન હૉસ્પિટલની તસવીર શેર કરી હતી. અહીં રિષભ પંત એડમિટ છે. હવે તેની માતાએ હૉસ્પિટલની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘ડોન્ટ વૉરી બેટા!’ તેની સાથે જ એક્ટ્રેસને પણ ટેગ કરી છે, ત્યારબાદ ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા તેણે એક પોસ્ટ લખીને ક્રિકેટરને ઉત્તરાખંડની શાન બતાવ્યો હતો અને લખ્યું હતું કે, તે તેને વહેલી તકે સારા થવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે.

ઉર્વશી અને રિષભ પંતની ડેટિંગના સમાચાર એક સમયે મીડિયામાં છવાયેલા હતા. જો કે, બંનેમાંથી કોઇએ પણ તેની પુષ્ટિ કરી નથી, પરંતુ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર બંનેએ નામ લીધા વિના એક બીજા પર સખત ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ ઉર્વશી રૌતેલાએ પંતનું નામ લીધા વિના મીડિયા સામે માફી માગી લીધી હતી. ક્રિકેટરના એક્સિડન્ટના સમાચાર બાદ ઉર્વશીએ તેના માટે એક પોસ્ટ લખી હતી. હવે તેની માતાની પોસ્ટ અને પછી હૉસ્પિટલની તસવીર લગાવ્યા બાદ ફેન્સ પૂછી રહ્યા છે કે, શું બંને વચ્ચે અત્યારે પણ કંઇક બચ્યું છે?

ગયા વર્ષે શુભમન ગિલનું એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું હતું, જેમાં તે રિષભ પંત અને ઉર્વશી રૌતેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતો નજરે પડી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ ફેમસ ચેટ શૉ ‘દિલ દિયા ગલ્લા’માં એક મહેમાન તરીકે સામેલ થયો હતો. આ શૉને એક્ટ્રેસ સોનમ બાજવા હૉસ્ટ કરે છે. તેણે ચેટ દરમિયાન શુભમન ગિલને રિષભ પંત અને બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે જોડાયેલો સવાલ પૂછ્યો હતો.

એન્કર સોનમ બાજવાએ શુભમન ગિલને પૂછ્યું કે, રિષભ પંત અને ઉર્વશી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે શું તેને લઇને ટીમના બાકી ખેલાડી પણ રિષભ પંતને છેડે છે? તેના પર જમણા હાથના બેટ્સમેને જવાબ આપતા કહ્યું કે, એવું કશું જ નથી, તે પોતે પોતાની જાતને છેડાવી રહી છે. તેનું રિષભ સાથે કોઇ લેવા-દેવા નથી. શુભમન ગિલે કહ્યું કે, તે પોતાની જાતે જ કંઇક ને કંઇક કરીને કહી રહી છે કે મને છેડો. શુભમન ગિલનો જવાબ સાંભળીને સોનમ બાજવા પણ પોતાને હસતા રોકી શકતી નથી અને પછી પૂછે છે કે, શું રિષભ પંત તેનાથી ડિસ્ટ્રેક્ટ થાય છે? આ સવાલના જવાબમાં શુભમન ગિલ કહે છે કે નહીં, તેને કોઇ ફરક પડતો નથી કેમ કે, તેને ખબર છે કે કંઇ છે જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp