વેંકટેશ પ્રસાદે ભારતીય ખેલાડીઓને આ કારણે વિદેશી કોચો પર ભરોસો ન કરવા કહ્યું

PC: timesofindia.indiatimes.com

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ખુલાસો કર્યો છે કે શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવી રહેલી વન-ડે સીરિઝમાં સારું પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર દીપક ચાહરને એક વખતે રાજસ્થાન ક્રિકેટ અકાદમીમાં પોતાના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચેપલ દ્વારા ક્રિકેટ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. 28 વર્ષીય દીપક ચાહરે શ્રીલંકા વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં બોલ સાથે સાથે બેટથી પણ શાનદાર રમત દેખાડી અને ભારતીય ટીમને મેચ સાથે સીરિઝ પણ જીતાડી દીધી.

દીપક ચાહરના પ્રદર્શન બાદ વેંકટેશ પ્રસાદે એ સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે ભારતના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે ભારતના કોચ પદ પરથી રાજીનામું આપ્યા બાદ IPLના પૂર્વ પ્રમુખ લલિત મોદી દ્વારા રાજસ્થાન ક્રિકેટ અકાદમીના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. એ દરમિયાન તેમણે દીપક ચાહરને ક્રિકેટ છોડવાની સલાહ આપી હતી. પરંતુ દીપક ચાહરે પોતાની મહેનતના દમ પર એ કરી દેખાડ્યું, જેની આશા કોઈને નહોતી, દીપક ચાહરને પોતાના પર ભરોસો હતો.

વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરતા લખ્યું કે દીપક ચાહરને ગ્રેગ ચેપલે રાજસ્થાન ક્રિકેટ અકાદમી (RCA)મા તેની હાઇટ માટે નકારી દીધો હતો અને એક અલગ વ્યવસાય જોવા માટે કહ્યું હતું અને હવે તેણે એકલાના દમ પર, પોતાની કળાના કારણે ભારતને મેચ જીતાડી દીધી. કહેવાનો હેતું એ છે કે પોતાના પર ભરોસો કરો અને વિદેશી કોચોને વધારે ગંભીરતાથી ન લો. 51 વર્ષીય વેંકટેશ પ્રસાદે દેશ માટે વર્ષ 1996થી 2001 સુધી કુલ 33 ટેસ્ટ મેચ રમી છે. તેમણે દીપક ચાહરની બોલિંગના વખાણ કર્યા છે કેમ કે દીપક ચાહર T20 ક્રિકેટમાં હેટ્રીક લઈ ચૂક્યો છે અને તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ વિશ્લેષણ હાલમાં તૂટવાનું નથી.

વેંકટેશ પ્રસાદે દીપક ચાહરની બોલિંગને લઈને કહ્યું કે દીપક ચાહર જરૂર અપવાદ છે પરંતુ ભારતમાં આ રીતેની અદ્દભુત પ્રતિભા સાથે, સમય છે કે ટીમો અને ફ્રેન્ચાઇઝી જેટલું સંભવ થઈ શકે ભારતીય કોચ અને મેન્ટર રાખવા પર વિચાર કરે. બીજી વન-ડેની વાત કરીએ તો બીજી વન-ડેમાં ભારતીય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા. પૃથ્વી શો અને ઇશાન કિશન જલદી જ આઉટ થઈ ગયા, તો મનીષ પાંડે દુર્ભાગ્યનો શિકાર થયો. જ્યારે ભારતની 7 વિકેટ પડી ગઈ હતી ત્યારે ભારતને ઘણા રનની જરૂરિયાત હતી. ત્યારે એમ લાગી રહ્યું હતું કે હવે ભારતના હાથમાંથી મેચ નીકળી ચૂકી છે, પરંતુ અંત સુધી દીપક ચાહર ટકી રહ્યો અને તેણે આખું પાસું પલટી નાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp