ભાગેડુ વિજય માલ્યા સાથે ક્રિસ ગેલની મસ્તી, ફોટો શેર કરીને જાણો શું લખ્યું

PC: twitter.com/thevijaymallya

વેસ્ટ ઇન્ડીઝનો દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ તાજેતરમાં જ ભારતથી અબજો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યાને મળ્યો હતો. ક્રિસ ગેલે વિજય માલ્યા સાથે ચીયર્સ કરતી એક તસવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મૂકી હતી.

વિજય માલ્યા સાથે તસવીર શેર કર્યા બાદ ક્રિસ ગેલને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. વાત એવી છે કે, રવિવારના રોજ ફોર્મ્યૂલા-1 બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2019 શરૂ થઇ રહી છે. શનિવારના રોજ ક્રિસ ગેલ ફોર્મ્યૂલા-1 બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સના વેન્યૂ પર પહોંચ્યો હતો, ત્યાં તેને વિજય માલ્યા મળી ગયો હતો.

વિજય માલ્યા સાથે ક્રિસ ગેલે ફોટો પડાવ્યો હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેને શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, બિગ બોસ વિજય માલ્યાને મળીને બહુ સારું લાગ્યું. રોકસ્ટાર. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો માલિક હતો, ત્યારે ક્રિસ ગેલ તેમાં રમતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp