વિજય શંકરે ખોલ્યું રહસ્ય, ધોની પાસે શું શીખ્યું?

PC: mensxp.com

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના સ્થાન મેળવવા માટે મજબૂત દાવો રજૂ કરનાર વિજય શંકરને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ટુરની તેની સૌથી મોટી ઉપલબ્ધિ ધોની પાસે ટાર્ગેટને ચેઝ કરવાની કળા શીખવું છે. શંકરે ન્યૂઝીલેન્ડ ટુર દરમિયાન બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું અને તે ધોનીની જેમ મેચ ફિનિશ કરવા માગે છે.

ભારત પરત ફરેલા વિજય શંકરે કહ્યું, 'હું સિનિયર ખેલાડીઓનો સાથે મેળવીને ખુશ હતો. તેમને માત્ર મેચની તૈયારી કરતા જોવું જ એક શીખ છે. ધોનીને ટાર્ગેટ ચેઝ કરતા જોઈને હું ઘણું બધું શીખ્યો ચુ. મેં ખાસ કરીને ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઇનિંગને કેવી રીતે આગળ વધારવી તેને લઈને ઘણું બધું શીખ્યો છું. મેં તેમની માનસિકતાથી શીખ લીધી છે.

તેણે કહ્યું કે ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવું તેના માટે સ્વપ્ન સમાન હતું. શંકરે કહ્યું, 'વિરાટ કોહલી, ધોની, રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવું સારો અનુભવ રહ્યો. ટીમના સિનિયરને રમતા જોવા અને તેમની પાસે શીખવું મહત્ત્વપૂર્ણ છે.'

વિજય શંકરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી T20 મેચમાં ત્રીજા ક્રમ પર બેટિંગ માટે મોકલવામાં આવવાના નિર્ણય અંગે હેરાની દર્શાવી હતી પરંતુ તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટએ સીરિઝ શરૂ થવા પહેલા તેને આ વિષયમાં જણાવ્યું હતું.

તેણે કહ્યું, 'હું હેરાન હતો પરંતુ સાથે જ ખુશ પણ હતો કે મને ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. મને સીરિઝ શરૂ થવા પહેલા કહેવામાં આવ્યું હતું કે મને વનડાઉન પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવી શકે છે. T20માં તમારી પાસે ક્રીઝ પર સેટ થવા માટે વધુ સમય નથી હોતો અને તમારો દૃષ્ટિકોણ સકારાત્મક હોવો જોઈએ.'

વિજય શંકરને નિરાશા છે કે તે છેલ્લી મેચમાં ટીમને જીત ન અપાવી શક્યો. તેણે કહ્યું, 'મારું માનવું છે કે મારે થોડા વધુ રન કરવા જોઈતા હતા. આ ઉપરાંત ત્રીજી મેચમાં ટીમને જીત નહીં અપાવી શકવા બદલ મને નિરાશા થઈ છે. મારી પાસે તક હતી. મારા માટે આ શીખવાની સારી તક હતી. મારે ઝડપથી શીખવાની અને લગાતાર સ્સારું પ્રદર્શન કરવાની જરૂરત છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp