ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે હાર્દિક-રાહુલની જગ્યાએ મળી આ 2 ખેલાડીને જગ્યા

PC: newsjizz.com

ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સિલેક્શન કમિટીએ સસ્પેન્ડ થયેલા હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલની જગ્યાએ ઓલરાઉન્ડર વિજય શંકર અને બેટ્સમેન શુભમન ગીલને સ્થાન આપ્યું છે. કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યા કોફી વીથ કરણમાં પોતાના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટને કારણે સસ્પેન્ડ કરાયા છે, તેમની જગ્યાએ શુભમન અને વિજય શંકરને જગ્યા આપવામાં આવી છે. BCCIએ હાર્દિક અને રાહુલને ઓસ્ટ્રેલિયા સીરિઝની ત્રણેય મેચથી બહાર કરી દીધા હતા.

Image result for shubman gill

Image result for vijay shankar

વિજય શંકર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં યોજાનારી બીજી વન-ડેમાં ટીમ સાથે જોડાય જશે, જ્યારે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સિવાય ન્યૂઝીલેન્ડમાં જનારી ટીમનો પણ હિસ્સો રહેશે. શુભમન ગીલને ન્યૂઝીલેન્ડમાં થનારી વન-ડે અને T20 સીરિઝ માટે ટીમમાં રાખવામાં આવ્યા છે. શુભમન ગીલને પહેલીવાર લિમિટેડ ઓવર્સની ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9 મેચોમાં 1000 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં પણ શુભમન ગીલનું પ્રદર્શન સારું રહ્યું છે, જ્યાં તેણે 98.75ની સરેરાશથી 10 ઇનિંગમાં 790 રન ફટકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp