ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગની ઘટનાથી કોહલી પરેશાન, આપ્યું આ નિવેદન

PC: dnaindia.com

ન્યુઝીલેન્ડની બે મસ્જિદો પર થયેલા આતંકવાદી હુમલાની ક્રિકેટ જગતે ટીકા કરી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આને હેરાન કરી નાખનારો દર્દદાયક ઘટના બતાવી છે. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં શુક્રવારે થયેલી ગોળીબારમાં 49 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. એક બંદુકધારી ઓસ્ટ્રેલિનય કટ્ટપંથીએ આ હુમલાનું લાઇવ સ્ટ્રીમીંગ પણ કર્યું હતું.

બાંગ્લાદેશી ટીમ આ હુમલામાં માંડ-માંડ બચી હતી. આ હુમલા બાદ પ્રવાસ રદ કરી દેવાયો છે. કોહલીએ આ ઘટના મામલે કહ્યું હતું કે, હેરાન કરી દેનાર દર્દનાક. ક્રાઇસ્ટચર્ચમાં આ કાયરતાપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. બાંગ્લાદેશી ટીમ સુરક્ષિત રહે તેવી મારી કામના

ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ છે. જીમી નિશમે કહ્યું કે, લાંબા સમય સુધી અમે દુનિયામાં થઇ રહેલા ઘટનાક્રમને દુરથી જોઇએ છીએ અને આપણને લાગે છે કે આપણે દુનિયાના નાના ખૂણામાં સુરક્ષિત છીએ. આજનો દિવસ ભયાવહ છે.

ભારતના ક્રિકેટર આર.અશ્વિને લખ્યું કે, આ દુનિયામાં માનવતા માટે કોઇ સુરક્ષિત નથી, કારણ કે ધરતી પર સૌથી મોટો ખતરો માનવ છે. ન્યુઝીલેન્ડમાં દિલ તોડનારા હેવાલ આવી રહ્યા છે. માનવતા થયું શું છે.

હરભજનસિંહે લખ્યું કે, આ ભયાનક હેવાલથી સ્તબ્ધ છું.એક વધુ આતંકવાદી હુમલો. આ કાયરોનો કોઇ ધર્મ નથી. બધા પીડિયો પ્રત્યે સહાનુભૂતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp