ઍવોર્ડ મળ્યા પછી ભાવુક થયો કોહલી, વીડિયોમાં જુઓ અનુષ્કા વિશે શું કહ્યું

PC: ndtvimg.com

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોલી ઉમરીગર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો છે. BCCIએ વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હોવાને લીધે આ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 2016-17 અને 2017-18માં સારા પ્રદર્શન કર્યું છે. જેના માટે BCCI Awardsમાં તેને આ સન્માન આપવામાં આવ્યું છે.

વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે આવ્યો હતો. ટીમના કોચ રવિ શાસ્ત્રી પાસેથી ટ્રોફી મેળવ્યા પછી વિરાચ ભાવુક થઈ ગયો હતો. તેણે અનુષ્કા માટે કહ્યું હતું કે, મારી પત્ની અહીં હાજર છે. આ ઍવોર્ડનું મહત્ત્વ ઘણું વધી જાય છે. તે ઘણી સ્પેશિયલ છે. અનુષ્કા શર્મા પણ બેસીને તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.

BCCI Awardsમાં સ્મૃતિ મંધાનાને 2016-17 અને હરમનપ્રીત કૌરને 2017-18ની બેસ્ટ વુમન ક્રિકેટરનો ઍવોર્ડ મળ્યો હતો. આ ફંકશનમાં અફઘાનિસ્તાનની ટીમ પણ હાજર હતી. જે ગુરુવારે પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત વિરુદ્ધ રમશે.

સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડ અંશુમન ગાયકવાડ અને સુધા શાહને આપવામાં આવ્યો હતો. જલજ સક્સેના, પરવેઝ રસૂલ અને કૃણાલ પંડ્યાને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પરફોર્મન્સ માટે ઍવોર્ડ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp