26th January selfie contest

વિરાટ કોહલીએ રોહિત શર્માને કેમ કહ્યો ટપોરી, દિગ્ગજે કર્યો ખુલાસો

PC: dnaindia.com

વિરાટ કોહલી અને રોહિત શર્માની બોન્ડિંગ કોને નથી પસંદ. કદાચ જ કોઇ એવો ભારતીય ફેન હશે, જે બંને ખેલાડીઓને મેદાન પર એક સાથે બેટિંગ કરતા જોવા માગતો નહીં હોય. વિરાટ કોહલી બેટિંગ સાથે સાથે પોતાના મજેદાર સ્વભાવ માટે પણ જાણીતો છે. વિરાટ કોહલીએ એક વખત ખુલાસો કર્યો હતો કે, રોહિત શર્મા ‘ટપોરી’ની જેમ વાત કરે છે. તેણે કંઇ પણ બોલવું હોય તો અજીબ ઢંગે બોલે છે. વિરાટ કોહલી ઓક ટ્રી સ્પોર્ટ્સ પર ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો.

વિરાટ કોહલીએ રોહિત શર્માની ચર્ચા કરી. આ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે ‘રોહિત શર્મા હકીકતા મજેદાર વ્યક્તિ છે ને, તો તે પોતાની ટપોરી ભાષામાં બોલશે. જેમ માની લો જે મારે બોલવું છે કે યાર લોખંડવાલામાં ખૂબ ટ્રાફિક છે. તો હું બોલી દઇશ કે લોખંડવાલામાં આજકાલ ટ્રાફિક ખૂબ કોમન છે. હવે આ જ વાત જો રોહિત શર્માએ બોલાવી હશે તો ખબર છે કે શું બોલશે? અરે ત્યાં ને ખૂબ એ છે.’ વિરાટ કોહલીએ આગળ કહ્યું કે, તેણે જે બોલવાનું હોય છે એ તેણે બોલી દીધું, એ હવે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું સમજી ગયા.

તે એક્સપ્લેન પણ નહીં કરે. જ્યારે રોહિત શર્મા આવ્યો હતો તો તેની દરેક તરફ ચર્ચા હતી. મેં વિચાર્યું કયો ખેલાડી આવી ગયો, પરંતુ જ્યારે મેં તેને રમતા જોયો તો મને કહ્યું કે, આજ પછી કંઇ નથી બોલવું. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માને મોટા ભાગે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે ફની મોમેન્ટ કરતા જોઇ શકાય છે, પરંતુ રાયપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચના ટોસ દરમિયાન કંઇક અલગ જ રોહિત શર્મા નજરે પડ્યો. રોહિત શર્મા બીજી વન-ડેમાં ટોસ જીતી ગયો. મેચ રેફરી અને ટોસ પ્રેઝન્ટરે તેમને પૂછ્યું કે શું નિર્ણય લેશે તો તે ભૂલી ગયો કે તેણે શું પસંદ કરવાનું છે. જો કે ત્યારબાદ રોહિતે જણાવ્યું કે, ફિલ્ડિંગ પસંદ કરશે.

વિરાટ કોહલીએ ગૌરવ કપૂરના શૉ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં જણાવ્યું હતું કે, ‘રોહિત શર્મા જેટલી વસ્તુ ભૂલી જાય છે, મેં ક્યારેય કોઇને એટલો ભૂલક્કડ જોયો નથી. આઇપેડ, વૉલેટ, ફોન.. નાની વસ્તુઓ નહીં દૈનિક ઉપયોગની વસ્તુઓ. કહે છે કે મને કોઇ ફરક પડતો નથી, હું નવું લઇ લઇશ. તેને ખબર નથી કે, તેણે કંઇક છોડી દીધું છે. બસ હોટલ માટે અડધો રસ્તો નક્કી કરી ચૂક્યો હશે પછી તેને યાદ આવ્યું ઓહ મેં પોતાનો આઇપેડ પ્લેનમાં છોડી દીધો. તેણે કેટલીક વખત પોતાનો પાસપૉર્ટ પણ છોડ્યો છે. તેને પાછું મેળવવું ખૂબ મુશ્કેલ હતું. લોજિસ્ટિક મેનેજર હંમેશાં પૂછે છે કે રોહિત શર્મા પાસે તેનો બધો સામાન છે? એક વખત જ્યારે રોહિત શર્મા ‘હા’ કરી દે છે ત્યારે જ બસ ઉપડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp