દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓમાં જાણો કોહલી છે કયા ક્રમે

PC: newindianexpress.com

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો છે. તેની કુલ વાર્ષિક આવક 2.5 કરોડ ડૉલર પર પહોંચી છે. ભારતીય ટીમનો કેપ્ટન જોકે આ યાદીમાં 17માં સ્થાન નીચે ખસીને 100માં સ્થાન પર સરકી ગયો છે. આ સૂચીમાં બાર્સિલોના અને અર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસી ટોચના સ્થાન પર છે.

ફોર્બ્સની યાદી મંગળવારે બહાર પાડવામાં આવી હતી, જે અનુસાર વિરાટ કોહલીની જાહેરાતોમાંથી થતી આવક 2.1 કરોડ ડૉલર જાહેર કરવામાં આવી છે, જ્યારે પગાર અને જીતમાંથી મળનારી રકમ માત્ર 40 લાખ ડૉલર છે. પાછલા 12 મહિનામાં તેની કમાણી 2.5 કરોડ ડૉલર રહી છે. ગત વર્ષે કોહલી આ યાદીમાં 83માં સ્થાન પર હતો, જે આ વર્ષે સરકીને 100માં સ્થાન પર આવી ગયો છે.

આ યાદીમાં લિયોનલ મેસી 12.7 કરોડ ડૉલરની કમાણી સાથે પહેલા ક્રમે છે. બીજા નંબર પર 10.9 કરોડ ડૉલરની કમાણી સાથે રોનાલ્ડો જ્યારે 10.5 કરોડ ડૉલરની કમાણી સાથે નેમાર ત્રીજા નંબર પર છે. આ કમાણીમાં અમેરિકન બોક્સર અલ્વારેઝ 9.4 કરોડ ડૉલરની કમાણી સાથે ચોથા ક્રમે છે. રોજર ફેડરર 9.34 કરોડ ડૉલરની કમાણી સાથે પાંચમાં ક્રમે છે. રસેલ વિલ્સન 8.95 કરોડ ડૉલરની કમાણી સાથે છઠ્ઠા ક્રમ પર છે. ફૂટબોલર અરોન રોજર્સ 8.933 કરોડ ડોલરની કમાણી સાથે સાતમા ક્રમ પર છે. આ યાદીમાં આઠમાં, નવમાં અને દસમાં ક્રમ પર બાસ્કેટ બોલર ખેલાડીઓ અનુક્રમે જેમ્સ, સ્ટીફન કરી અને ડ્યુરેન્ટનો આવે છે. ગત વર્ષે આ યાદીમાં ટોપ કરનાર બોક્સર ફ્લાયડ મેવેદરે આ વખતે સંન્યાસ લઇ લીધો હોવાને તે લીધે ટોપ-10માંથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp