વિરાટ કોહલી હજુ શિખાઉ કેપ્ટન, ધોની પાસેથી લેવી જોઈએ ટિપ્સઃ સિમોન કેટિચ

PC: hindustantimes.com

વિરાટ કોહલીની ટીમ RCB આ વખતના IPLમાં સતત સંઘર્ષ કરી રહી છે. ટીમની સાથે સાથે ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર અને હાલ KKR ના મેન્ટર સિમોન કેટીચે પણ વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, કેપ્ટન ધોનીની સરખામણીમાં કોહલીને હજી કેપ્ટન તરીકે શીખવાની જરૂર છે. મને નથી ખબર કે તે ટીમનું સંચાલન કઇ રીતે કરે છે પરંતુ એક કેપ્ટન તરીકે તેને હજી ઘણું શીખવાની જરૂર છે.

સિમોન કેટીચે કહ્યું કે, તમે એક મહાન ખેલાડી બની શકો છો પરંતુ નેતૃત્વ એક એવી કળા છે જે લાંબા ગાળાના અનુભવ બાદ શીખવા મળે છે. તેથી મને એવું લાગે છે કે વિરાટ કોહલી હજી શીખવાના ગાળામાંથી પસાર થઇ રહ્યો છે.

ભારતીય ટીમની વર્લ્ડ કપમાં સંભાવના વિશે પૂછવામાં આવતાં સિમોન કેટીચે કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં એમએસ ધોનીનું માર્ગદર્શન તેના માટે ફાયદારૂપ ગણાશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે, પરંતુ IPLમાં તેમની ટીમ RCBના કંગાળ પ્રદર્શનને લીધે ભારતના તેમજ અન્ય દેશોના પૂર્વ ક્રિકેટરોએ વિરાટની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp