આ ભારતીય બોલરે નેટ પ્રેક્ટિસમાં વિરાટને 15 બૉલમાં 4 વખત કર્યો આઉટ
વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં મોટો સ્કોર ન બનાવી શક્યો. પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ચેન્નાઈમાં નિષ્ફળ રહ્યા બાદ તે કાનપુરમાં બીજી ટેસ્ટ મેચની તૈયારી કરી રહ્યો છે, પરંતુ અહી જસપ્રીત બૂમરાહે તેને ખૂબ પરેશાન કર્યો. સ્પિનરો વિરુદ્ધ પણ તે સારી લયમાં નજરે ન પડ્યો. નેટ્સમાં જસપ્રીત બૂમરાહે વિરાટ કોહલીને માત્ર 15 બૉલમાં 4 વખત આઉટ કર્યો.
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં તે પહેલી ઇનિંગમાં પેસર અને બીજી ઇનિંગમાં સ્પિનરના બૉલ પર આઉટ થયો હતો. હવે તેને આશા છે કે બીજી મેચમાં મોટો સ્કોર બનાવશે, પરંતુ પ્રેક્ટિસ સેશનમાં એવું ન જોવા મળ્યું. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, તેણે નેટ્સમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમારહ વિરુદ્ધ 15 બૉલનો સામનો કર્યો અને તે 4 વખત આઉટ થયો. જસપ્રીત બૂમરાહનો ચોથો બૉલ તેના પેડ પર લાગ્યો અને બૂમરાહ બૂમ પડતો કહે છે સામે લાગ્યો છે. બૂમરાહની આ વાત વિરાટ કોહલીએ પણ સ્વીકારી.
2 બૉલ બાદ જસપ્રીત બૂમરાહ વિરુદ્ધ વિરાટ કોહલીનો એક કિનારો લાગ્યો. આગામી બૉલ પર પણ એવું જ કંઈક જોવા મળ્યું. ત્યારબાદ જસપ્રીત બુમારહે પોતાની લાઇન મિડલ એન્ડ લેગ પર રાખી તો બૉલ વિરાટ કોહલીના બેટ સાથે લગીને તેની નજીક પડ્યો. તેના પર જસપ્રીત બૂમરાહે કહ્યું કે, ‘છેલ્લો બૉલ તો શોર્ટ લેગમાં કેચ હતો. ત્યારબાદ વિરાટ કોહલી બીજી નેટ્સમાં જતો રહ્યો, જ્યાં સ્પિનની ત્રિપુટી રવિચંદ્રન અશ્વિન, રવિનર જાડેજા અને અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યા હતા.
જો કે, વિરાટ કોહલીનો સંઘર્ષ અહી પણ ખતમ ન થયો. કોહલીએ જાડેજાને પડકાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇનસાઇડ આઉટ શૉટ રમવાના પ્રયાસમાં સ્ટાર બેટ્સમેને 3 વખત પૂરી રીતે બૉલ મિસ કરી દીધો. આ રિપોર્ટમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી વિરાટ કોહલી ઉત્તેજિત થઈ ગયો હતો. જો કે, વસ્તુઓ ત્યારે વધુ ખરાબ થઈ ગઈ, જ્યારે અક્ષર પટેલે તેને ક્લીન બોલ્ડ કરી દીધો. અક્ષર પટેલના બૉલ પર તે સારું ડિફેન્સ ન કરી શક્યો. ત્યારબાદ વિરાટ કોહલીએ નેટ છોડી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp