સેહવાગે કરી મોટી ભવિષ્યવાણી, આ ખેલાડી તોડશે તેંદુલકરનો 100 સદીનો રેકોર્ડ

PC: BCCI

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર દુનિયાના સૌથી મહાન ખેલાડીઓમાંના એક છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને સૌથી વધુ સદીઓ પણ તેમના નામે જ છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી છે. આ સાથે જ તેમના સાથી ખેલાડી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગે એક મોટું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે એક એવા ખેલાડીનું નામ જણાવ્યું છે, જે સચિનના 100 સદીના રેકોર્ડને તોડી શકે છે.

આ ખેલાડી તોડી શકે છે 100 સદીનો રેકોર્ડ

વીરેન્દ્ર સેહવાગે ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન તેંડુલકરની 100 સદીના વર્લ્ડ રેકોર્ડ પર મોટી ભવિષ્યવાણી કરી છે. વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે, હાલમાં જ ફોર્મમાં પરત ફરેલા ટીમ ઈન્ડિયાન બેટ્સમેન વિરાટ કોહલી આ મોટો રેકોર્ડ તોડી શકે છે. કોહલીએ એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં જ પોતાની 71મી સદી પૂરી કરી હતી.

વીરેન્દ્ર સેહવાગે કહી આ મોટી વાત

વિરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર વાત કરતા વિરાટ કોહલી વિશે કહ્યું, 'વિરાટની આ સદીથી માત્ર હું જ નહીં પરંતુ સમગ્ર ભારત ખુશ છે, તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તે જલ્દી આવે, ત્યારે હવે જ્યારે આ શરૂ થઈ ગયું છે, તો હવે તે 100 પર જઈને અટકે, વચ્ચેથી નહીં અટકે. 71 સદીથી જે તેમનો આગળનો પડાવ હોય, તે સીધો 100 પર આવીને અટકે. પછી ફરી જોઈશું કે, 101મી સદી ક્યારે થાય છે.

1020 દિવસ પછી ફટકારી સદી

એશિયા કપ 2022મા વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. અફઘાનિસ્તાનની સામે રમવામાં આવેલી મેચમાં તેણે સદી ફટકારી હતી. વર્ષ 2019 બાદ વિરાટ કોહલીએ પહેલી વાર 100 રનનો આંકડો પાર કર્યો છે. આ તેની કારકિર્દીની 71મી સદી હતી, આ સાથે જ તે સચિન તેંડુલકર પછી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ T20મા વિરાટની આ પહેલી સદી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અફઘાનિસ્તાનની સામે 122 રનની ઈનિંગ રમતા પહેલા કોહલીએ આ ટુર્નામેન્ટમાં બે અડધી સદી પણ ફટકારી હતી. કોહલીએ રોહિત શર્માની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનની સામે કેપ્ટન KL રાહુલની સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. એવામાં હવે સવાલ ઉઠવા લાગ્યા કે શું કોહલીએ જ T20 વર્લ્ડ કપમાં ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp